Breaking: અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઇ, અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
2 Min Read
Share this Article

Gujarat News: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઇ છે. વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા એમએમસીની પોલ ખુલ્લી છે. અમદાવાદમાં મેમ્કો વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ચમનપુરા વિસ્તાર પણ જળમગ્ન બન્યું છે. રસ્તા પર પાણી ફરી વળતાં અનેક વાહનો પાણીમાં ફસાયા છે. અસારવા અને ઘાટલોડિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ સતાધાર ચાર રસ્તા પર પણ પાણી ભરાયા છે.AEC અન્ડરપાસ પાસે પાણી ભરાઇ જતાં મીઠાખડી અન્ડરપાસ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદના સરસપુરમાં પણ વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયુ છે.

વહેલી સવારે ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધીમાં શહેરના રાણીપ, આશ્રમ રોડ, વાડજ, ઉસ્માનપુરા, પાલડી, એલિસબ્રિજ, ચાંદલોડિયા, નિર્ણયનગર, દુધેશ્વર અને શાહીબાગ વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

જ્યારે ઓઢવ, રખિયાલ, વિરાટનગર, રામોલ, મેમકો, જોધપુર, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાબરમતી નદીના ચાર જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે. બે ગેટ એક ફૂટ અને બીજા બે ગેટ બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. શહેરમાં વરસાદી વાતાવરણ હાલમાં જોવા મળી રહ્યું છે.

ગુજરાતના ખેડૂતો આનંદમાં, આજે મેઘરાજા તમને નિરાશ નહીં કરે, અત્ર તત્ર સર્વત્ર ભારેથી અતિભારે વરસાદ પડશે

ગુજરાતમાં ખૂદ ધારાસભ્યની પત્ની અને ઘર સુરક્ષિત નથી તો જનતાનું શું વિચારવાનું, પત્નીને બાંધી રોકડા અને દાગીના બૂચ મારી ગયા

Breaking: વલસાડમાં માનવામાં ના આવે એવી ઘટના, રાત્રે અચાનક અજાણ્યા ઝાટકા આવ્યાં અને ધરતી ફાટી ગઈ, ચારેકોર ફફડાટ

મોડી રાત્રે વરસાદના કારણે શહેરના ડીકેબીન વિસ્તારમાં આવેલી બંસીધર સોસાયટીમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. જ્યારે મણીનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલમાં વૃક્ષ પડ્યું હતું. જેને લઇ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

 


Share this Article