Gujarat Weather : પહાડોમાં હિમવર્ષા સાથે હળવો વરસાદ પડી રહ્યો છે. મધ્ય પૂર્વથી ઉપઉષ્ણકટિબંધીય જેટ સ્ટ્રીમ ભારત તરફ આવી રહ્યું છે. જેના કારણે દેશમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે. બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં ધુમ્મસ સાથે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચે રહ્યું હતું, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. સાથે જ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે તેને ધ્યાનમાં રાખીને આજે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે આજે જોઈએ હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ગુજરાતનું હવામાન કેવું રહેશે.
અમદાવાદમાં હવામાન વિભાગના હવામાન શાસ્ત્રી પ્રદીપ શર્માએ બપોરના સમયે ગુજરાતના હવામાન વિશે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. જે બાદ તાપમાનમાં સામાન્ય રીતે બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે નલિયા અને રાજકોટમાં કોલ્ડવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે.
તાપમાનની વાત કરીએ તો બુધવારે લઘુત્તમ તાપમાન નલિયામાં રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. તાપમાન પાંચ ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય તાપમાન કરતા 7.6 ડિગ્રી ઓછું છે. એટલે કે નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે કચ્છ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની ચેતવણી આપવામાં આવી છે.
હિંદુ મહિલાઓને તેમના પતિની સંપત્તિ પર કેટલો અધિકાર છે? સુપ્રીમ કોર્ટની મોટી બેંચ નિર્ણય કરશે
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ બુધવારે ગુજરાતના નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું હતું. અહીંનું તાપમાન સામાન્ય તાપમાન કરતા 7.6 ડિગ્રી ઓછું નોંધાયું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 9.7 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ડીસા અને કંડલામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજ, અમરેલી, કેશોદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 12 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી, ગાંધીનગરમાં 14.3 ડિગ્રી અને સુરતમાં 15.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.