તો શું કામનું યાર…. અમદાવાદમાં ભાજપના 4, કોંગ્રેસના 8 અને AAPના 11 ઉમેદવારો પોતાને જ મત આપી શકશે નહીં, જાણો મોટું કારણ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગુરુવારે મતદાન થવાનું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 5 ડિસેમ્બરે યોજાશે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો માટે કોંગ્રેસ, ભાજપ અને AAPના 63 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. પરંતુ આ ચૂંટણી જંગમાં 23 ઉમેદવારોએ એક મત ગુમાવ્યો છે. તેઓ તેમના રહેણાંક વિસ્તારમાં ન હોવાને કારણે તેઓ પોતે મતદાન કરી શકતા નથી.

જે જગ્યાએથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યાં તેમને મત આપવાનો અધિકાર નથી એટલે કે તેમનો મત વિસ્તાર અલગ છે. જેમાં 11 ઉમેદવારો છે જે પોતાને મત આપી શકતા નથી. જ્યારે કોંગ્રેસના 8 અને ભાજપના 4 ઉમેદવારો પોતાને મત આપી શકતા નથી. મતદાનના બીજા તબક્કામાં 23 ઉમેદવારો એવા છે જેમને તેમનો મત નહીં મળે. કારણ કે તેઓ મતવિસ્તારના રહેવાસી નથી. આ તમામ ઉમેદવારો પોતાનો મત પોતાને આપી શકતા નથી અને બીજા ઉમેદવારને આપવાનો હોય છે.

પૂર્વ ક્ષેત્રની છ બેઠકો પર મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો પોતે મતદાન કરી શકશે નહીં. દરિયાપુર, દાણીલીમડા, વટવા, નિકોલ, ઠક્કરનગર બાપુનગર અને અસારવાના ઉમેદવારો તેમના રહેણાંક વિધાનસભાના ઉમેદવારોને મત આપશે. 63 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારો અન્ય બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 40 ઉમેદવારો સ્થાનિક છે અને જે મતદારક્ષેત્રમાંથી ચૂંટણી લડી છે.

નોંધપાત્ર વાત એ છે કે પૂર્વ વિસ્તારની છ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અન્ય ઉમેદવારને મત આપશે. જેમાં નિકોલ, ઠક્કરબાપાનગરના ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, અસારવા, દરિયાપુરના ભાજપના ઉમેદવાર દર્શન વાઘેલા, મુખ્યમંત્રીની સામે કોંગ્રેસના ઉમેદવાર ડો.અમીબેન યાજ્ઞિક, એલિસબ્રિજ ખાતે, ગ્યાસુદ્દીન શેખ, દરિયાપુર, જમાલપુર અને વટવાથી કોંગ્રેસના ઉમેદવાર ડો. બળવંત ગઢવી સાણંદમાં મતદાન કરશે.


Share this Article