નવસારીમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહી એક આરોપીએ કોર્ટમાં ફરજ પર રહેલા મહિલા જજને અપશબ્દો અને પછી જજ પર હુમલો કરી દીધો હતો. આ આરોપીનુ નામ ધર્મેશ રાઠોડ છે જે 326 હેઠળના ગૂનાનો આરોપી છે. ધર્મેશને આજે નવસારી ચીફ કોર્ટમાં સુનાવણી હોવાથી રજૂ કરાયો હતો અને આ દરમિયાન જ આરોપીએ મહિલા જજ એ.આર.દેસાઈ પર પથ્થર ફેંકયો હતો.
નવસારી ચીફ કોર્ટમા જજ પર હુમલો
આ હુમલા બાદ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળાતી માહિતી મુજબ આ કેસામા હાલ જાપ્તા પાર્ટીએ પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂફ કરાયા છે અને બેદરકારી બદલ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામા આવી છે. નવસારી ચીફ કોર્ટમા જજ પર હુમલા કેસમા સામેલ આરોપી ધર્મૈશ રાઠોડ એડિશનલ સેશન્સ જજ પર હુમલો કરવા માટે જેલમાંથી જ પોકેટમાં પત્થર લાવ્યો હતો.
જજ એમ. એ શૈખ પર હુમલો ચપ્પલ વડે કર્યો
આ સાથે આજે 11 કલાકે કોર્ટમાં રજુ કરવામા આવેલ 326ના ગુનાંના કામના આરોપીએ નવસારી કોર્ટેમાં હાજર કર્યા દરમિયાન જજ એમ. એ શૈખ પર હુમલો ચપ્પલ વડે કર્યો હતો. આ હુમલાને બાર એસોસિએશને વખોડી કાઢી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે. આ અંગે વાત કરતા એડવોકેટ પ્રતાપસિંહ માહિડાએ કહ્યુ કે આજે નવસારીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ સાહેબ પર એક આરોપીએ પથ્થર વડે હુમલો કર્યો હતો. નસીબજોગ નામદાર જજ સાહેબને કોઈ ઈજા થઈ નથી. પરંતુ આ બનાવથી તંત્રની લાપરવાહી છતી થાય છે.
બેદરકારી બદલ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી
આ પહેલાની ઘટનાની વાત કરતા પ્રતાપસિંહે જણાવ્યુ કે આ અગાઉ પણ આ આરોપીએ પેરોલ દરમિયાન પણ ગુનો કરેલો હતો જે કેસ હજુ ચાલી રહ્યો હતો. આ સજા દરમિયાન આરોપીને નીચલી અદાલતમાં પણ જજ સાહેબ પર ચપ્પલ વડે હુમલો કર્યો હતો. હવે મામલે કડક કાર્યવાહીની માંગ કરવમા આવી છે.