આજે કોંગ્રેસના 10 જેટલા કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પાછળનુ કારણ પાર્ટી દ્વારા શહેઝાદ ખાન પઠાણને વિપક્ષના નેતા બનાવવાના નિર્ણયને માનવામા આવી રહ્યુ છે. કોંગ્રેસમા આંતરિક જૂથવાદ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ આજે કોંગ્રેસ ભવન ખાતે જગદીશ ઠાકોરને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના 10 જેટલા કાઉન્સિલરોએ રાજીનામા આપી દીધા છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક વર્ષથી વિપક્ષના નેતા કોને બનાવવા તે અંગે ચર્ચા ચાલુ હતી અને જે બાદ આંતરિક જૂથવાદ થયો.
આ પછી 14 કાઉન્સિલરોના જૂથમાંથી 10 જેટલા કાઉન્સિલરોએ તરત જ રાજીનામુ આપ્યુ. રાજીનામુ આપનારાઓમા કમળાબેન ચાવડા, રાજશ્રી કેસરી, હાજી મિર્જા, જમના વેગડા, માધુરી કલાપી, કામિનીબેન ઝા, નીરવ બક્ષી, ઇકબાલ શેખ, તસનીમ તિર્મિઝી, ઝુલ્ફીખાન પઠાણના નામ સામેલ છે.