ગુજરાત પોલીસે ખાખીનું નાક કપાવ્યું, અહીં હપ્તાના ઓછા પડ્યા કે રાજસ્થાનમાં લઈને લાંચ લીધી, લાખોનો કાંડ કરતા રંગે હાથ ઝડપાયા

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત પોલીસને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે જે બાદ ખળભળાટ મચ્યો છે. આ અગાઉ પણ લાંચ લેવાના ઘણા આરોપો રાજ્યના પોલીસ પર લાગી ચૂક્યા છે પણ આ વખતે લાંચ લેવાની ફરિયાદો રાજ્ય નહી રાજ્ય બહારથી આવી છે. આ પોલીસ કર્મીઓ ગાંધીનગરના હોવાનુ સામે આવ્યુ છે. ગુજરાત પોલીસે રાજસ્તાનમાં લાંચ લીધી હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ ગુજરાત પોલીસના બે પોલીસ કર્મીઓ રાજસ્થાનમાં એક લાખ દશ હજારની લાંચ લેતા ઝડપાયા છે. આ વિશે વિગતે વાત કરીએ તો રાજસ્થાનનો એક વ્યક્તિ કોઈ ગુનામાં પકડાયો  હતો અને તેને ગુનેગાર ન બનાવવા માટે પોલીસ કર્મચારીએ એક લાખ દશ હજારની લાંચ લીધી હતી. જેથી લાંચ લેતા પોલીસ કર્મીઓ રંગેહાથે ઝડપાયા છે.

 

આ સિવાય હાલમા અમદાવાદમાર્થી પણ લાંચ લેતા પોલીસ ઝડપાયા હતા. અમદાવાદ પોલીસે આરોપી પાસેર્થી એક નાના કામના 5 લાખ માંગ્યા હતા અને જે બાદ 2.25 લાખ આરોપીએ પોલીસને આપ્યા. આ સમયે એક લાખ લેતા જ એસીબીએ પોલીસને ઝડપી પાડ્યો હતો.

 

 

 


Share this Article