સચિનનો અસલી ફેન જય ભાસ્કર ત્રિવેદી, 17 વર્ષનું સપનુ પુરુ કરવા રાજકોટથી મુંબઈ સચિનના ઘરે પહોંચ્યા, 15000 સેલેબ્રિટી સાથે ફોટો પડાવ્યાં

Lok Patrika
By Lok Patrika
Share this Article

શોખ બડી ચીઝ હૈ… આ વાત તમે સાંભળી હશે પણ રાજકોટમાં બે યુવાનોએ આ વાતને સાર્થક કરી બતાવી છે. સચિનના ફેન તો વિશ્વામાં તમે ઘણા જોયા હશે પણ રાજકોટના આ યુવાન જય ભાસ્કર ત્રિવેદી જેવા ખુબ ઓછા જોયા હશે, કારણ કે જય ભાસ્કર ત્રિવેદી છેલ્લા 17 વર્ષથી રાહ જોતા હતા કે ક્યારે તે સચિનને મળી શકે. આખરે આ વર્ષે તેમનું સપનું પુરુ થયું અને સાથે જ રાજકોટનો સેલ્ફીમેન હેમલ જાજલ પણ તેની સાથે જોડાયો.

Jai Bhaskar Trivedi

રાજકોટના બે યુવાનો જય ભાસ્કર ત્રિવેદી અને હેમલ જાજલ તારીખ 21 એપ્રિલના રોજ રાજકોટથી મુંબઈ જવા રવાના થયા હતા અને 22એ સવારે સચિનના ઘરની સામે પહોંચી ગયા હતા. તેઓના હાથમાં એક પોસ્ટર હતું અને એમાં લખ્યું હતું કે જબ તક સુરજ ચાંદ રહેગા, સચિન તેંદુલકર તુમ્હારા નામ રહેગા… જય ભાસ્કર ત્રિવેદીએ જણાવ્યું કે હું છેલ્લા 17 વર્ષથી સચિનને મળવા માટે તલપાપડ હતો, આ વખતે નક્કી કરી જ લીધું હતું કે ગમે તે થાય મળીને જ આવવું. આખરે જય ભાસ્કર ત્રિવેદીનું સપનું પુરુ થયું અને સચિન તેંદુલકર પોતાના ઘરે રાજકોટના આ બન્ને યુવાનોને મળ્યા હતા.

Jai Bhaskar Trivedi

જય ભાસ્કર ત્રિવેદી રાજકોટ ખાતે બેન્કમાં નોકરી કરે છે. છેલ્લા 30 વર્ષથી તે અલગ અલગ સેલેબ્રિટી જોડે ફોટો પડાવે છે. અત્યાર સુધીમાં 15000 કરતાં પણ વધારે સેલેબ્રિટી જોડે ફોટો પડાવ્યા છે. તો વળી હેમલ જાજલ કંકુના કારખાના ચલાવે છે અને છેલ્લા 5 વર્ષથી સેલેબ્રિટી જોડે ફોટો પડાવે છે. તેણે પણ અત્યાર સુધીમાં 2000 સેલેબ્રિટી સાથે ફોટો પડાવ્યા છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly