સુરતમાં જૈન સમાજની મૌન રેલી, હજારો ભક્તો રસ્તા પર ઉતર્યા, વિરોધનો વંટોળ આખા ગુજરાત-ભારતમાં ફેલાયો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

સુરતમાં જૈન સમાજની રેલી યોજાય હતી જેમા હજારોની સંખ્યામા લોકો જોડાયા હતા. આ રેલી એક ખાસ વિરોધ માટે કરવામા આવી હતી. જૈનોનુ પવિત્ર તીર્થ ગણાતા શેત્રુંજય અને સમ્મેદ શિખરને લઇ જૈન સમાજની કેટલીક માંગો છે અને તેને લઈને સુરતમા આ મૌન રેલી યોજાઈ હતી જે અઠવાલાઇન સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ કરીજિલ્લા કલેકટર ઓફિસે જઈને કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હોવાના સમાચાર છે.

હજારોની સંખ્યામા જૈન સમાજના લોકો જોડાયા

આ વિરોધના કારણ અંગે વાત કરીએ તો 26 નવેમ્બરના રોજ પાલિતાણામાં તોડફોડ કરવામાં આવી અને રોહિશાળામાં જૈનોના પ્રથમ તિર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાને ખંડિત કરાયા હતા. આ સમગ્ર ઘટનાના પુરાવા છૂપાવવા માટે CCTV અને પોલમાં પણ તોડફોડ થઈ. આ ઘટના બાદ સમગ્ર રાજ્યના જૈન સમાજમાં રોષ છે. ફેલાયો હતો.

આદિનાથ દાદાના પ્રાચીન પગલાને ખંડિત કરાયા

મળતી માહિતી મુજબ સમ્મેદ શિખરને લઇ અઠવાલાઇન સરગમ શોપિંગ સેન્ટરથી મૌન રેલીમાં 15 હજારથી વધુ જૈન સમુદાયના લોકો જોડાયા હતા. આ સાથે હીરા બજાર અને કાપડ બજાર સુધી બપોર સુધી બંધ પણ રાખવામાં આવ્યું હતું. આ અગાઉ પણ જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર માંગ કરાય હતી.

ગિરીરાજ શિખર પર તોડફોડ, ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે રેલીઓ અને આવેદન પત્રો પાઠવવામાં આવ્યા હતા. આ બાદ કોઈ પગલા ન લેવાતા હવે જૈન સમાજે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા આ મૌન રેલી યોજી હતી. આ મૌન રેલી સાથે સાથે આજે ગુજરાત સહિત દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા રેલીઓ પણ યોજાઈ રહી છે.

 


Share this Article
TAGGED: