પઠાણ ફિલ્મને લઈ રાજભા ગઢવી, કચ્છના મહંત અને એ બાદમાં હવે ઈન્દ્રભારતી બાપુએ પણ વિરોધનો સુર રેલાવ્યો છે. જૂનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ પઠાણ ફિલ્મને લઈ મરાઠી ભાષામાં વિરોધ કર્યો છે. ઈન્દ્રભારતી બાપુએ ફિલ્મમાંથી આવા અશ્લીલ દ્રશ્યો હટાવવાની માગણી કરી છે. ઈન્દ્રભારતી બાપુનો મહારાષ્ટ્ર સરકારને અપીલ કરતો પણ વીડિયો વાયરલ થયો છે.
આ વિરોધમાં બાપુએ કહ્યું કે, આ ફિલ્મ રિલિઝ થવી ન જોઈએ અને જો ફિલ્મ નહી તો આવા દ્રશ્યો ફિલ્મ માંથી દૂર કરવા જોઈએ. અહીં જુઓ વીડિયો તે બાપુએ શું શું કહ્યું???
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ પઠાણનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ થયું ત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ફિલ્મ પર જોર જોરથી રાજનીતિ કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના નેતાઓ ખુલ્લેઆમ પઠાણનો વિરોધ કરી રહ્યા છે. નરોત્તમ મિશ્રા બાદ હવે મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ ગિરીશ ગૌતમે પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો છે. તેણે કિંગ ખાનને ચેલેન્જ પણ આપી છે.
મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકર ગિરીશ ગૌતમે પઠાણ ફિલ્મને લઈને શાહરુખ ખાનને પડકાર ફેંક્યો અને કહ્યું- શાહરુખે આ ફિલ્મ તેની પુત્રી સાથે જોઈને બતાવે. ગિરીશ ગૌતમે કહ્યું- હું તમને ચેલેન્જ કરું છું કે આવી જ એક ફિલ્મ પયગંબર પર આવી જ ફિલ્મ બનાવો અને ચલાવો. અભિવ્યક્તિની આઝાદીના નામે આખા દેશમાં અને દુનિયામાં રક્તપાત થશે. કેનેડામાં પયગંબર સાથે કંઈક થયું તે તમે ઘણી વાર જોયું હશે. આખું મુંબઈ બળી ગયું હતું, જોકે હું તેની તરફેણમાં નથી. 100 કરોડનું નુકસાન કર્યું છે. હવે સનાતની જાગૃતિ આવી છે.