અમરેલીની ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલની અનોખી સિદ્ધિ , ઈન્ડિયાસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અમરેલીની ડો. કલામ ઈનોવેટીવ સ્કૂલ હંમેશા કંઇક નવું કરવા માટે અને કલામ સાહેબની વિચારધારા માટે જાણીતી છે ત્યારે કલામ કેમ્પસના વીદ્યાર્થીઓ ડ્રોન અને રોબોટ્સ જાતે બનાવી રહ્યા છે. વૈજ્ઞાનીકો સાથે કામ કરી રહયા છે કલામ કેમ્પસના બાળકો અમરેલી થી અમેરીકા નાસા સુધી પહોચ્યા છે ત્યારે આ શાળાની સિદ્ધિઓ માં વધુ એક યશ કલગી નો ઉમેરો થયો છે. કલામ કેમ્પસના 200 થી વધારે વીદ્યાર્થીઓએ 2000 કરતા વધારે મિસાઇલ બનાવી અને દેશના વૈજ્ઞાનિક જેઓ મિસાઇલમેન તરીકે જાણીતા છે તેવા ભારતરત્ન ડો. કલામ સાહેબ ને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ મિસાઇલ બાળકો એ જાતે બનાવી અને તેઓ કલામ સાહેબને વ્યકિતગત મળ્યા હોત તોતે જે પ્રકારનો સવાલ પૂછવાની ઇચ્છા ધરાવતા હોય તે સવાલ આ મિસાઈલ સાથે જોડી દીધેલો અને તેમણે વિશ્વાસ વ્યક્ત કરેલો કે જયારે તે સવાલ નો જવાબ કોઈ વ્યકિત પાસે થી મળશે તો તે જવાબ કલામ સાહેબ ના પ્રતિનિધી સ્વરૂપે કોઈ પાસેથી મળ્યો છે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આમ ભારતરત્ન ડો. કલામ સાહેબને કલામ કેમ્પસના વીદ્યાર્થીઓ દ્વારા તેમની સર્જનાત્મકતા થી તૈયાર કરવામાં આવેલી મિસાઈલ એ આજ સુધીમાં કયારેય ના અપાયેલી અને અનોખી શ્રદ્ધાંજલિ છે ત્યારે આ અનોખી શ્રદ્ધાંજલિ ને India’s book of world record માં સ્થાન પ્રાપ્ત થયું છે.

આ અનોખી શ્રદ્ધાંજલિ માટે કલામ કેમ્પસના વાલીશ્રીઓ, વીદ્યાર્થીઓ અને શિક્ષકોના સમૂહ પ્રયત્નથી આ શક્ય બન્યું છે ત્યારે શાળા પરિવારના ગૌરવની લાગણી અનુભવે છે અને કલામ કેમ્પસના બાળ વૈજ્ઞાનીકો એવા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા ગર્વની લાગણી અનુભવે છે.આમ અમરેલીની ડો. કલામ ઈનોવેટિવ સ્કૂલ એ અમરેલી જિલ્લાની એક્માત્ર શાળા છે જે ઈન્ડિયાસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંમાં સ્થાન પામી હોય. આમ આ શાળાએ પ્રથમ વર્ષેજ અમરેલીના શિક્ષણ જગતમાં ક્યાંય અને કયારેય જોવા ના મળી હોય તેવી શૈક્ષણીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી અમરેલીના શિક્ષણ જગતમાં એક નવોજ ઈતિહાસ રચ્યો છે.


Share this Article