Gujarat Budget 2024: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન અયોધ્યામાં નિર્મિત ભવ્ય રામ મંદિરના અભિષેક સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતો ઠરાવ પસાર કરવામાં આવશે. રાજ્યના એક મંત્રીએ આ માહિતી આપી. બજેટ સત્ર 1 ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ઔપચારિક સંબોધન સાથે શરૂ થશે, જ્યારે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ 2 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.
મંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. બજેટમાં રાજ્ય સરકારના આગામી વર્ષ માટેના વિઝન અને આગામી 25 વર્ષનો રોડમેપ દર્શાવવામાં આવશે. પટેલ, જેઓ સરકારના પ્રવક્તા તરીકેની જવાબદારી પણ સંભાળી રહ્યા છે, તેમણે કહ્યું, “અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક સમારોહને ધ્યાનમાં રાખીને, 5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસામાં ઠરાવ લાવવામાં આવશે.”
ધારાસભ્યોની માંગને ધ્યાનમાં રાખીને શનિવારે વિધાનસભાની કોઈ બેઠક યોજવામાં આવશે નહીં. અગાઉ શનિવારે પણ કાર્યવાહી થવાની હતી. બજેટ સત્ર 29 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. 15 મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૃહમાં સંબોધન કર્યું હતું. રાજ્યપાલે ગુજરાતને લાખો કરોડો લોકોના સપનાં સાકાર કરવાનું સ્થળ ગણાવી જણાવ્યું કે, રાજ્ય સરકારે હંમેશા મહિલા કેન્દ્રીત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.
બજેટ 2024: મોદી સરકારના ટૂંકા અને ટચ બજેટને સરળ રીતે સમજો, જાણો સૌથી અગત્યના આ 8 પોઈન્ટ
રાજ્યમાં અમદાવાદ, જામનગર અને ખેડામાં તથા નર્મદા, પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ પામી રહ્યા છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં 815.44 હેકટર વિસ્તારમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે ભારત સરકાની સૈધ્ધાંતિક મંજૂરી મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. મત્સ્યોધ્યોગ પ્રવૃત્તિ ને વેગ આપવા માટે રૂપિયા 1300 કરોડના ખર્ચે વેરાવળ, માઢવાડ અને સુત્રાપાડામાં મત્સ્ય બંદરો વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.તો રાજ્ય સરકારના ઘાસ સુધારણા કાર્યક્રમથી છેલ્લા દસ વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં 3.53 ઘણી વૃદ્ધિ હાંસલ થઈ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે ગઇકાલે ચર્ચાની શરૂઆત પહેલાં વિધાનસભાના દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલી અપાઇ હતી. વડોદરામાં મુર્ત્યુ પામેલા બાળકો અને શિક્ષિકાઓને શ્રદ્ધાંજલી પાઠવાઈ હતી.