લોકપત્રિકા સ્પેશિયલ
સંધર્ષમાંથી ઉગરેલા સેલેબ્રિટી
ઓથર- અલ્પેશ કારેણા
આજે એક એવી યુવતી વિશે વાત કરવી છે કે જેમણે પોતાની આંખોની સુંદરતા અને અજાયબીના કારણે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તો વળી સાથે સાથે અનેક દેશોમાં પોતાના નામનો ડંકો પણ વગાડ્યો છે. કચ્છ ગાંધીધામથી શરૂ થયેલી તેમની સફર આજે વિશ્વના ખુણે ખુણે પહોંચી છે. 15 વર્લ્ડ રેકોર્ડ, 700+ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને આંતરરાષ્ટ્રીય દેશોમાંથી 23 માનદ ડોક્ટરોની ડિગ્રી મેળવી છે. સંસ્કાર અને સ્વભાવમાં પણ આ યુવતીએ ભલભલાને પાછળ રાખી દીધા છે. આ છોકરીનું નામ એટલે કે એકટર્સ-એન્કર કરીશ્મા માની. તો આવો જાણીએ કરિશ્માની અનોખી સફ વિશે, તેમના જીવન વિશે અને તેમના વર્લ્ડ રેકોર્ડ વિશે.
1000 લોકોમાંથી ફક્ત 6 લોકો જ આવા હોય
જો આંખો બોલી શકતી હોત, તો વિશ્વ એવા કેટલાક દુર્લભ લોકોની આંખો સાંભળવા માટે પાગલ થઈ ગયું હોત જેમને ‘જન્મજાત હીટરોક્રોમિયા ઇરિડમ’ છે. જન્મજાત હીટરોક્રોમિયા ઇરિડમ એ 1000 લોકોમાંથી ફક્ત 6 લોકોને હોય છે. આજે આપણે જેના વિશે વાત કરવી છે એને પણ કોઈ રોગ નથી તે ભગવાનની ભેટ છે. બે રંગની આંખોની ભેટ. કરિશ્મા માની પણ એક એવી જ છોકરી જે બે રંગની આંખો ધરાવે છે અને એમનું જીવન પણ ધન્ય છે. બે બે રંગીન આંખોની સાથે સાથે કરિશ્મા એક આંતરરાષ્ટ્રીય મોડેલ, અભિનેત્રી, એન્કર, પત્રકાર તરીકે તેની અદ્ભુત પ્રતિભા ધરાવે છે. જો કે અનેક એવા લોકો હોય છે જેને સફળતા મળ્યા બાદ સફળતાના નશામાં ચકચૂર થઈ જાય છે પરંતુ કરિશ્મા માનીએ પોતાના સંસ્કાર અને સ્વભાવના કારણે કદી પણ આવું કર્યું નથી અને તેઓ હંમેશા લોકોની વચ્ચે રહે છે અને લોકોની સાથે જ રહે છે.
એક આંખ માતા અને એક પિતા જેવી
કરિશ્માની અદભૂત આંખો વિશે વાત કરીએ તો, તેણીને કલ્પિત રંગની આંખો આશિર્વાદ સમાન છે, તેણીની ડાબી આંખનો એક રંગ કાળો કથ્થઈ/ચોકલેટ બ્રાઉન છે જે તેણીની માતાના બંને આંખોનો રંગ જેવો છે, અને જમણો આખનો રંગ હેઝલ છે જે તેના પિતાની બંને આંખોના રંગ જેવો છે. તેમની જમણી આંખમાં હેઝલ રંગ છે જેમાં બ્રાઉન-ગ્રીનનું અદ્ભૂત સંયોજન જોવા મળે છે જ્યારે તેની ડાબી આંખ અદભૂત ચોકલેટ બ્રાઉન રંગની છે.
15 વર્લ્ડ રેકોર્ડ
7મી માર્ચ 1990ના રોજ જન્મેલી કરિશ્મા માની આદિપુર કચ્છની છે અને ધીમે ધીમે તેની અસાધારણ આંખો જ નહીં પરંતુ તેની પાસે રહેલી અસાધારણ પ્રતિભાથી સમગ્ર ભારતમાં નામ બનાવી રહી છે. આ યુવતી માત્ર તેની અનોખી આંખો માટે જ ઓળખાતી નથી પરંતુ તે સંબંધિત માટે અનેક રેકોર્ડ બનાવીને પોતાનું નામ પણ બનાવી રહી છે. તેણી પાસે પહેલેથી જ 15 વર્લ્ડ રેકોર્ડ છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ 2020, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ 2020 (ગ્રાન્ડ માસ્ટર કેટેગરીમાં), એક્સક્લુઝિવ વર્લ્ડ રેકોર્ડ, ઉત્તર પ્રદેશ વર્લ્ડ રેકોર્ડ, આસિસ્ટ વર્લ્ડ રેકોર્ડ, કોસ્મોસ વર્લ્ડ રેકોર્ડ, ભારત બુક ઓફ રેકોર્ડ, સ્ટાર એમિકા નેશનલ પીરડે રેકોર્ડ, ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સ,બિહાર બુક ઓફ રેકોર્ડ્સ વગેરે એટલું જ નહીં, કરિશ્મા એક અભિનેત્રી બનીને નામ અને ખ્યાતિ પણ મેળવી રહી છે કારણ કે તેણીને મોડેલ, અભિનેત્રી, પત્રકાર અને હોસ્ટ તરીકે ઘણી ઓફરો મળતી રહે છે.
700+ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો
કરિશ્મા માનીને કુદરતી બક્ષિસ રૂપે આપેલી બન્ને અલગ અલગ આંખોના કારણે તેમની લોકપ્રિયતા અને રેકોર્ડ અપાવવામાં મદદ કરી છે. India book of record, indigenous success world record, book assist and exclusive cosmos world record, જેવા 15 વર્લ્ડ રેકોર્ડ કરિશ્માના નામે છે. તો બીજી બાજુ સ્ટાર રેકોર્ડબુક ઓફ ઈન્ટરનેશનલમાં પણ તેમને સ્થાન આપવામાં આવ્યુંછે. નેશનલ સ્ટાર એકસેલેન્સ રેકોર્ડબુકમાં પણ તેમણે પોતાનું નામ દર્જ કર્યું છે. તેમની આ સફળતા તેમની અલગ અલગ કલરની આંખોના કારણે મળ્યા છે. 15 વર્લ્ડ રેકોર્ડ, 700+ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને આંતરરાષ્ટ્રીય દેશોમાંથી 23 માનદ ડોક્ટરોની ડિગ્રી મેળવી છે.
ફિલ્મ ક્ષેત્રે પણ અવ્વલ
વધારાની યોગ્યતાઓમાં ઉમેરો કરતાં વાત કરીએ કરિશ્મા અંગ્રેજી સાહિત્યમાં 2010 માં કચ્છની સુવર્ણ ચંદ્રક વિજેતા પણ છે. સાથે જ કરિશ્માએ જીટીપીએલ લાઈવ ગુજરાત સમાચાર તેમજ તહેલકા ન્યૂઝ, રિપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યૂઝ સાથે પ્રેસ રિપોર્ટર પણ છે. અત્યાર સુધી કચ્છની આ યુવતી બે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે; “વર્ધન” અને “દુનિયા દિલ વારન જી” જેના માટે તેણીને પુરસ્કારો પણ આપવામાં આવ્યા છે. તેણીને કચ્છ અને સિંધી ફિલ્મ અભિનેત્રીની શ્રેષ્ઠ એન્કર તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે. ટૂંક સમયમાં તે ઘણા ટીવી શો, સિરિયલો અને વધુ ફિલ્મોમાં જોવા મળશે. લંડન ફિલિપાઈન્સ અને ગ્રીસના અખબાર પોલિસ મેગેઝિન અને પુણે નમસ્તે ઈન્ડિયા મેગેઝિને પણ કરિશ્માને વખાણી છે. ભારત માટે ભગવાનની ભેટ તેમજ ભારતની અન્ય ઘણી સ્ત્રીઓ માટે પ્રેરણા ગણી શકાય.