શાબાશ ખજુરભાઈ: ગુજરાતમાં પ્રથમ વખત ગામડામાં જાહેર AC શૌચાલય ખૂલ્યું, સુવિધા જોઈ શહેરનો ચસ્કો ભાંગી જશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ખજુરભાઈને આજે દરેક લોકો જાણે છે. ચારેતરફ તેમના કામના વખાણ થઈ રહ્યા છે. આ વચ્ચે ગીર સોમનાથમા ખજુરભાઈએ વધુ એક કામ લોકોની મદદ માટે કર્યુ છે હાલ ચર્ચામા છે. ગિરગઢડા નજીક આવેલા ધોકડવા ગામમા ગુજરાતનું પહેલું ગ્રામ્ય વિસ્તારનું જાહેર ACથી સુસજ્જ શૌચાલય બનાવાયુ છે. આ શૌચાલય આજે ખુલ્લું મુકાયું છે.

ગુજરાતનું પહેલું ગ્રામ્ય વિસ્તારનું જાહેર ACથી સુસજ્જ શૌચાલય

આ શૌચાલય વિશે વિગતે વાત કરીએ તો આ શૌચાલયમા એસી, પીવાનું શુદ્ધ R.O નું ઠંડુ પાણી જેવી વ્યવસ્થા પણ કરવામા આવી છે.

મહિલા, પુરુષ, વિકલાંગો માટે અલગ શૌચાલય તૈયાર કરવામા આવ્યું છે.

પીવાનું શુદ્ધ R.O નું ઠંડુ પાણીની પણ વ્યવસ્થા

આ શૌચાલય ધોકડવા ગામના મુખ્ય રસ્તા પર આવેલુ છે જેથી ગામ લોકો સિવાય તુલશીશ્યામ, અમદાવાદ અને અમરેલી જતા પ્રવાસીઓ પણ લાભ લઈ શકશે.


આ પ્રસંગે વધોકડવા ગામના સરપંચ પ્રતિનિધિ એભલ બામભણીયાએ કહ્યુ હતુ કે એસી યુક્ત સુસજ્જ શૌચાલય માટે 6 લાખનો ખર્ચ થયો છે.

28 ફેબ્રુઆરીએ એક પણ બસ અમદાવાદમાં નહીં આવવા દેવાની ધમકી, સુરતનો વિવાદ ચારેકોર ભડકે બળ્યો

કરોડોની એક પછી એક ડીલમાંથી અદાણીની પાછી પાની, બધું ધોવાઈ ગયું, હવે ખાલી આટલી જ સંપત્તિ બચી

આટલા કરોડોનો ખર્ચ, 101 ફૂટની ઉંચાઈ, આલિશાન મુર્તિ… હવે અયોધ્યામાં બનશે CM આદિત્યનાથ યોગીનું મંદિર

આમા સરકારે ત્રણ લાખ ગ્રાન્ટ આપી અને ત્રણ લાખ સરપંચ પ્રતિનિધિએ પોતાના ખીસ્સામાંથી આપ્યા છે.

 


Share this Article