અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોહલી રચશે ઈતિહાસ, સચિન તેંડુલકર પણ આખી કારકિર્દીમાં નથી બનાવી શકયા આ આ મહાન રેકોર્ડ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની બોર્ડર ગાવસ્કર શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચ, ગુરુવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ પોતાની આખી કારકિર્દીમાં આ મહાન રેકોર્ડ બનાવી શક્યા નથી. ખરેખર ટીમ ઈન્ડિયાનો મજબૂત ક્રિકેટર વિરાટ કોહલી અમદાવાદમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં અનોખી ‘ટ્રિપલ સેન્ચ્યુરી’ ફટકારી શકે છે.

ગુરુવારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ 

વિરાટ કોહલી આવું કરનાર ભારતનો માત્ર બીજો ક્રિકેટર હશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે અત્યાર સુધી માત્ર રાહુલ દ્રવિડે જ આ દુર્લભ રેકોર્ડ બનાવ્યો છે. જો વિરાટ કોહલી અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં માત્ર એક કેચ લેશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેચની ટ્રિપલ સેન્ચુરી પૂરી કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પોતાની આખી કારકિર્દીમાં આ મહાન રેકોર્ડ બનાવી શક્યા નથી. સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 256 કેચ પકડવાનો રેકોર્ડ હતો.

ક્રિકેટર વિરાટ કોહલી આ  મોટો રેકોર્ડ કરશે પોતાના નામે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે અત્યાર સુધી માત્ર રાહુલ દ્રવિડે જ આ દુર્લભ રેકોર્ડ બનાવ્યો છે. રાહુલ દ્રવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 334 કેચ પકડ્યા છે. અત્યાર સુધી, વર્તમાન સમયમાં રમતા વિશ્વનો કોઈ પણ ક્રિકેટર પોતાનું નામ બનાવી શક્યો નથી. અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં કુલ 299 કેચ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. જો વિરાટ કોહલી અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં માત્ર એક કેચ લેશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેચની ટ્રિપલ સેન્ચુરી પૂરી કરશે. હાલમાં વિશ્વમાં માત્ર 6 ખેલાડીઓ એવા છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 કેચ પકડ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 440 કેચ લેવાનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેના નામે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ કેચર્સ

  1. મહેલા જયવર્દને (શ્રીલંકા) – 440
  2. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 364
  3. રોસ ટેલર (ન્યુઝીલેન્ડ) – 351
  4. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 338
  5. રાહુલ દ્રવિડ (ભારત) – 334
  6. સ્ટીફન ફ્લેમિંગ (ન્યુઝીલેન્ડ) – 306
  7. વિરાટ કોહલી (ભારત) – 299
  8. ગ્રીમ સ્મિથ (દક્ષિણ આફ્રિકા) – 292
  9. માર્ક વો (ઓસ્ટ્રેલિયા) – 289
  10. બ્રાયન લારા (વેસ્ટ ઈન્ડિઝ) – 284

lokpatrika advt contact

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર

  1. સચિન તેંડુલકર (ભારત) – 34357 રન
  2. કુમાર સંગાકારા (શ્રીલંકા) – 28016 રન
  3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 27483 રન
  4. મહેલા જયવર્દને (શ્રીલંકા) – 25957 રન
  5. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 25534 રન
  6. વિરાટ કોહલી (ભારત) – 25047 રન

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનારને છોડી દીધો, કોર્ટે કહ્યું- પુરાવા ઘટે છે, એટલામાં કંઈ ના થાય

ઘેટા-બકરાંની જેમ ઢગલો થઈ ખડકાઈ ગયા… 55ની લિમિટમાં 180 ભરી દીધા, બસમાં મુસાફરો જોઈને RTOએ માથું પકડી લીધું

મે રાત દિવસ કાળી મજૂરી કરી ખુશ રાખી… 21 વર્ષની પુત્રવધૂ 60 વર્ષના સસરા સાથે ભાગી ગઈ, પતિની આપવીતી રડાવી દેશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી

  1. સચિન તેંડુલકર (ભારત) – 100 સદી
  2. વિરાટ કોહલી (ભારત) – 74 સદી
  3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 71 સદી
  4. કુમાર સંગાકારા (શ્રીલંકા) – 63 સદી
  5. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 62 સદી
  6. હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) – 55 સદી

Share this Article