Gujarat News:v રાપરના ચિત્રોડ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગત તા.10ના પીએમ આવાસ યોજનના ઇ- લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુરૂકુળના કેપી સ્વામીએ પોતાના પ્રવચન દરમિયાન ભારત માતાકી જય સાથે વિવિધ દેવી દેવતાઓના નામ બોલી ઉપસ્થિત જનસમૂહ પાસે જય બોલાવી હતી. જોકે જય ઘોસના આખરમાં સ્વામીએ પાકિસ્તાન બોલતા જ સભાએ તુરંત જય બોલાવી હતી.
આ સમયે ક્ષણભર માટે સભા મંડપમાં સોપો પડી ગયો હતો. જોકે, સ્વામીએ કહ્યું હતું કે ભારતનું અનાજ ખાવો છો, ભારતની માટી ઉપર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ના આવી તમને? અલબત્ત સ્વામીના રાષ્ટ્રભાવ જગાવવાના ભવાર્થનો અધૂરો વીડિયો હાલ સોસિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
જોકે આ વિડીયા બાદ સ્વામીએ ખુલાસો પણ કર્યો હતો કે હું તો ખાલી પરીક્ષા લેતો હતો કે કોણ કોણ જય બોલાવે છે. સામાન્ય રીતે શ્રદ્ધાના કામમાં દરેક લોકો મનથી જોડાયેલા હતા અને બધાએ સ્વામીની વાતમાં વાત મેળવીને જય બોલાવી હતી. આ પ્રકારના કિસ્સાઓ ભૂતકાળમાં પણ ઘણીવાર બની ગયેલા છે જ્યારે કોઈ સ્વામી દ્વારા આ પ્રકારની બફાટ થઈ હોય અને પાછળથી માફી માંગવી પડી હોય.