એક પણ મત નહીં આપો તોય હું કામ કરીશ, તમારો ભાઈ જ છું… ભાજપના આ નેતાના વખાણ કરીએ એટલા ઓછા!

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

હું તમારો ભાઈ છું, તમે મને એક પણ મત નહીં આપો તો પણ હું તમારું કામ કરીશ… આ શબ્દો છે ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરના. કે તેમણે સ્થાનિકના ખભે હાથ મૂકીને વિશ્વાસ અપાવ્યો હતો. હાલમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને દરેક પાર્ટીએ પોતાના યોદ્ધાઓના નામ પણ જાહેર કરી દીધા છે. તમામ ઉમેદવારો હવે મત મેળવવા માટે એડીચોંટીનું જોર પણ લગાવી રહ્યા છે. ત્યારે ભાજપના એક ઉમેદવારનો રસપ્રદ કિસ્સો સામે આવી રહ્યો છે અને જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

આ વાત છે બહુચરાજીમાં પ્રચાર દરમિયાન આવેલા ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરની કે તેઓ જ્યારે લોકોની વચ્ચે ગયા તો લોકો રોષે ભરાયા હતા. સુખાજી સમક્ષ લોકોએ મોટી દાઉ ખુમાપુરા વચ્ચે બ્રિજને લઈને ગુસ્સાથી રજૂઆત પણ કરી હતી. આ દરમિયાન સુખાજી ઠાકોરે પોતાના અંદાજમાં વાત કરી બધાને શાંત પાડ્યા અને કહ્યું કે-એક પણ મત નહીં આપો તો પણ આ વખતે કામ કરવાની બાંહેધરી આપું છું.

https://www.facebook.com/watch/?v=631912492005925

ઘટના એવી બની કે બહુચરાજીના મોહનપુરા ગામમાં પ્રચાર અર્થે આવેલા સુખાજી ઠાકોરને મોટી દાઉ ખુમાપુરા વચ્ચે બ્રિજ નહીં બનતા સ્થાનિકોએ સવાલો કર્યા હતા. વર્ષ 2017માં ખાતમુહૂર્ત કર્યા બાદ બ્રિજનું કામ હજુ સુધી હાથ ધરવામાં ન આવતા લોકોએ સવાલો કર્યા હતા. ત્યારે નેતાજીએ કહ્યું હતું કે ખભે હાથ મૂકીને કહ્યું હતું કે, હું તમારો ભાઈ છું, તમે એક પણ મત નહીં આપો તો પણ હું કામ કરીશ.


Share this Article