ગુજરાત ભાજપ લોકસભા 2024 માટે તૈયાર, ગાંધીનગર-નવસારી સિવાય બધી બેઠકમાં લગભગ ઉમેદવાર નક્કી

Lok Patrika
By Lok Patrika
Share this Article

Politics News: લોકસભા 2024ના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠકો પાંચ લાખ માર્જીન સાથે જીતવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી લડવા માટે દાવેદારની લાઈન થઈ ગઈ છે અને એક એક બેઠક પર ઓછામાં ઓછા 10 કરતાં પણ વધારે દાવેદારોએ દાવેદારી નોંધાવી છે.

એટલું જ નહીં વર્તમાન ધારાસભ્ય ઉપરાંત પૂર્વ ધારાસભ્યો પણ લોકસભાની ચૂંટણી લડવાના સપના જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે કે ગઇકાલે સીએમ બંગલે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ત્રણ ત્રણ નામોની પેનલ યાદી તૈયાર થઈ ગઈ છે.

ગાંધીનગર અને નવસારી માટે એક સૂરે અમિત શાહ અને સી. આર. પાટીલના નામો પણ સામે આવ્યા હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ગાંધીનગર અને નવસારી લોકસભા મતવિસ્તાર સિવાયની 24 બેઠકો માટે પેનલોની યાદી તૈયાર છે એવું સામે આવી રહ્યું છે. ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ મુદ્દે મનોમંથન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના દરિયાકાંઠે અચાનક આવી વિદેશી બોટ, ભારતીય નેવીએ જોયું તો આંખો ફાટી ગઈ! પોરબંદરમાં થશે મોટો ખુલાસો

ખેડૂત આંદોલનના કારણે મોટું સંકટ, ડીઝલ અને સિલિન્ડર ગેસને લઈ ધાંધિયા, જનતા ગુસ્સે થઈને વિફરી

‘મને માફ કરો, મને કામ આપો’… રેપરે માંગી સલમાન ખાનની માફી, કહ્યું- મને તેમનાથી ડર લાગે છે, કારણ કે…

આ સાથે જ એવી પણ વાત રાજકીય ગલીઓમાં વહેતી થઈ છે કે તારીખ 29મીએ કેન્દ્રીય સંસદીય બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામો ફાઇનલ કરવામાં આવશે અને આ બેઠક બાદ ભાજપ પ્રથમ 100 નામોની યાદી જાહેર કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. આજે આ નામોને લઈને દિલ્હીમાં પણ મનોમંથન કરવામાં આવશે અને આવતીકાલે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક સમક્ષ મંજૂરીની મહોર મરાવવામાં આવશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly