ડીસા, પ્રતીક રાઠોડ: પ્રેમી પંખીડા ઓ મરવા માટે જંગલ,રેલવે ટ્રેક,કેનાલ જેવી જગ્યાઓ પસંદ કરે છે ત્યારે એક યુવક યુવતી એ સરકારી એસટી બસ ની પસંદગી કરતા ચકચાર મચી ગઇ છે
માંડવી થી અંબાજી જતી બસ ડીસા શહેરમાં પહોંચી ત્યારે બસ ની અંદર યુવક યુવતી બેહોશ હાલત મળી આવતા મુસાફરો અને બસ સ્ટાફ દ્વારા પોલીસ ને જાણ કરી હતી.
ત્યારે ડીસા ઉત્તર પોલીસ સ્થળ પર દોડી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી જોકે મૃતક બન્ને રાધનપુર ના હોવાનું તેમજ બન્ને પ્રેમી પંખીડાઓ હોવાનું પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું છે.
ડીસા ઉત્તર પોલીસ દ્વારા બન્ને મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને લઈ જવાયા છે.અને બન્ને યુવક યુવતી કોણ છે.તમેજ ક્યાં કારણોસર તેઓ એ મોત ને વહાલું કર્યું તે દિશા માં પોલીસે તપાસ હાથ ધરી છે.