IPL રસિકો ખાસ ધ્યાન આપે, હવામાન વિભાગે 31 તારીખે ગુજરાતમાં વરસાદને લઈ આપ્યું મોટું અપડેટ, ફટાફટ જાણી લો

Lok Patrika
By Lok Patrika
Share this Article

હાલમાં તો ગુજરાતમાં ચારેકોર ઉનાળાનો માહોલ છે. પરંતુ ભરઉનાળે એક પછી એક માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. માવઠાની આગાહીને પગલે આઇપીએલ રસિકો પણ ચિંતામાં હતા, જો કે આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા એક મહત્વની અપડેટ મળી રહી છે. હવામાન વિભાગ અનુસાર 31 માર્ચે વરસાદની શક્યતા નથી. જેથી હવે મેચ રસિયાઓએ કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. હવામાન વિભાગની નવી આગાહી પછી IPL મેચના રસિકોને હાશકારો થયો છે.

જો કે છતાં પણ IPL દરમિયાન વરસાદની શક્યતા નહીંવત છે. જ્યારે આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે રાજ્યના જુદા-જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 31 તારીખે મેચ બગડે છે કે કેમ?

આઈપીએલ 2023 શરૂ થવા જઈ રહી છે. IPLની આ નવી સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 4 વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાતની કમાન સંભાળશે, ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં રહેશે. આ આઈપીએલ સીઝનની પ્રથમ મેચ 31 માર્ચ, શુક્રવારે રમાશે અને તે મેચ પહેલા દર વર્ષની જેમ આઈપીએલની નવી સીઝનનો ભવ્ય ઉદઘાટન સમારોહ પણ ઉજવવામાં આવશે. ચાલો તમને IPL 2023 ની ઓપનિંગ સેરેમની અને પ્રથમ મેચની તમામ વિગતો જણાવીએ.

 

 

IPL ઓપનિંગ સેરેમની વિગતો

IPL 2023 ની ઉદઘાટન સમારંભ એટલે કે સ્વાગત સમારોહ 31 માર્ચ, શુક્રવારના રોજ પ્રથમ મેચની શરૂઆત પહેલા યોજવામાં આવશે. આ વખતે IPLની ઓપનિંગ સેરેમનીમાં કયા સ્ટાર્સ પરફોર્મ કરશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકા મંધાના અને તમન્ના ભાટિયા પરફોર્મ કરી શકે છે.

 

 

જો કે, કેટલાક અન્ય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ, ટાઈગર શ્રોફ અને અરિજિત સિંહ IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરી શકે છે. આ કાર્યક્રમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. IPL 2023ની પ્રથમ મેચ હાર્દિક પંડ્યાની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની IPL ચેમ્પિયન ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 2 મેચ રમાઈ છે અને બંને મેચોમાં ગુજરાતે ચેન્નાઈને અનુક્રમે 3 અને 7 વિકેટે હરાવ્યું હતું. જ્યારે ગુજરાતે ગત સિઝનમાં IPL ટાઇટલ જીત્યું હતું, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલ પર 10માંથી 9માં સ્થાને રહી હતી. હવે જોવાનું એ રહેશે કે આ સિઝન કેવી રીતે શરૂ થાય છે.

 

 

બંને ટીમોની ટુકડીઓ

ગુજરાત ટાઇટન્સ (GT) સ્ક્વોડ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, રાહુલ તેવટિયા, શિવમ માવી, વિજય શંકર, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, યશ દયાલ, કેન વિલિયમસન, જોશુઆ લિટલ, ઓડિયન સ્મિથ, ઉર્વીલ પટેલ, કે.એસ. ભરત અને મોહિત શર્મા.

VIDEO: કરોડો ગુજરાતીઓ ધ્યાન રાખજો, પેટ્રોલ પંપ પર ચાલી રહી છે ઉઘાડી લૂંટ, 300નું નંખાવ્યું અને નીકળ્યું ખાલી આટલું જ

VIDEO: આખરે અટકળોનો અંત આવ્યો! પરિણીતી ચોપરાએ નેતા રાઘર ચઢ્ઢા સાથે લગ્ન કરવાની વાત પર હા પાડી દીધી

Google Pay, Phone Pay, Paytm માં હવે 2000 રૂપિયાથી વધારેનું ટ્રાન્ઝેક્શન કરશો એટલે સીધો આટલો ચાર્જ લાગશે

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ: એમએસ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, સુભ્રાંશુ સેનાપતિ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, મિચેલ સેન્ટનર, કે ભગત વર્મા, મોઈન અલી, રાજવર્ધન હેંગરગેકર, શિવમ દુબે, દીપક ચાહર , મહેશ તિક્ષાના, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, અજિંક્ય રહાણે, તુષાર દેશપાંડે, બેન સ્ટોક્સ, મતિષા પથિરાના, શેખ રશીદ, નિશાંત સિંધુ, કાયલ જેમિસન અને અજય મંડલ.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly