આજે ગુજરાતભરમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો સવારથી જ છત પર એકઠા થયા છે અને પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં છે. મકરસંક્રાંતિ નિમિત્તે તેમણે અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં શાંતિનિકેતન ખાતે યોજાયેલા પતંગોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે અહીં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે વિતાવે છે. ગૃહમંત્રીને પતંગ ચગાવતા જોઈને આસપાસની છત પર ચાહકોનો ધસારો જોવા મળ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 જાન્યુઆરીથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ઘણી પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ નવા પ્રદેશ પ્રમુખના નામને પણ આખરી ઓપ આપશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામી રહેલા ઘાટલોડિયા વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશન સંકુલ અને ૯૨૦ એપાર્ટમેન્ટનો શિલાન્યાસ કરશે. 15 જાન્યુઆરીએ શાહ અંબોડ ગામ નજીક સાબરમતી નદી પર બેરેજનું ખાતમુહૂર્ત કરશે. આ જ સ્થળેથી તેઓ ગાંધીનગરના માણસા ખાતે એક સર્કિટ હાઉસનું ડિજિટલ ઉદ્ઘાટન કરશે.
VIDEO | Gujarat: Union Home Minister Amit Shah (@AmitShah) and CM Bhupendra Patel (@Bhupendrapbjp) join ‘Uttarayan Patang Mahotsav’ in Ahmedabad. Amit Shah flies a kite to mark the festival of Makar Sankranti.
(Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC) pic.twitter.com/HEr0rMDk3G
— Press Trust of India (@PTI_News) January 14, 2025
આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
ત્યારબાદ તેઓ સાણંદને કલોલ સાથે જોડતા ટુ-લેન રોડને ફોર-લેન રોડમાં રૂપાંતરિત કરતી યોજનાનો શિલાન્યાસ કરશે. બપોરે શાહ કલોલ તાલુકાના કેલાવણી મંડળમાં એક શૈક્ષણિક સંસ્થાના પરિસરના સભાગૃહનું ઉદ્ઘાટન કર્યા બાદ લોકોને સંબોધશે. સાંજે શાહ ગાંધીનગરના સેજ ગામ પાસે રેલ્વે અંડરબ્રિજ અને શહેરના બોપલ વિસ્તારમાં કૃષ્ણ શાલ્બી મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ હોસ્પિટલ ગુજરાતનું પહેલું બોન બેન્ક છે.
તાલિબાનની કેદમાં અમેરિકન નાગરિકો માટે રાષ્ટ્રપતિ બિડેન ચિંતિત છે, જાણો સમગ્ર મામલો
મહાકુંભની શરૂઆત પર PM મોદીએ આપ્યો ખાસ સંદેશ, બોલ્યા- મને ખુશી થઈ રહી છે કે…
મકર સંક્રાંતિ પર કર્ક રાશિમાં ચંદ્ર ગોચર, ૩ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ!
16 જાન્યુઆરીએ તેઓ મહેસાણા જિલ્લાના વડનગરની મુલાકાત લેશે અને મ્યુઝિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ સાયન્સ કોલેજમાં જનસભાને સંબોધન પણ કરશે અને વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરશે. ત્યાર બાદ શાહ મહેસાણાની ગણપત યુનિવર્સિટીના 18માં પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. શાહ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી તમામ આંતરરાષ્ટ્રીય વિમાનમથકો માટે ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન’ કાર્યક્રમની શરૂઆત કરશે.