તથ્ય પટેલ કાંડમાં નવ લોકોનાં જીવ ગયાં છતા અમદાવાદનું તંત્ર કંઇ ન શીખ્યું, હજુ પણ કેટલાય રસ્તા કાળા ડીબાંગ, લાઈટ જ નથી

Desk Editor
By Desk Editor
Share this Article

ISKCON Bridge Accident News:  અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત છતાં તંત્રની ઊંઘ હજુ પણ ઉડતી નથી. અમદાવાદ શહેરના કેટલાય રસ્તાઓ પર હજુ લાઈટ્સનો અભાવ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ સાયન્સ સિટીથી એસ.પી.રિંગરોડ સુધીના રસ્તા પર લાઈટ્સ બંધ જોવા મળી હતી. નોંધનીય છે કે,ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના મોત બાદ હજી પણ તંત્ર જો ઊંઘમાંથી નહિ ઉઠે તો કઈ ફરી એકવાર હાઇવે પર લાઇટના અભાવે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની ?

અમદાવાદમાં હાલમાં  બનેલ ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા. જોકે આ ઘટના બાદ હજી પણ અમદાવાદનું તંત્ર રસ્તા પર લાઇટોને લઈ સજાગ થયું નથી, અમદાવાદ શહેરમાં હજૂ પણ અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયેલ છે. શહેરમાં હજૂ પણ અનેક રોડ પર લાઈટો બંધ હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાસ કરીને સાયન્સ સિટીથી SP રિંગ રોડ પરની લાઈટો બંધ જોવા મળી છે. ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર લાઈટો બંધ હોઇ હવે તંત્ર જાણે ઇસ્કોન દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ બાદ પણ જાગ્યુ ન હોય તેવી સ્થિતિ બની છે.

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ગોજારો અકસ્માત બાદ ગઇકાલે શહેરમાં વધુ ત્રણ જગ્યા અકસ્માત સર્જાયા હતા. જોકે રાહતની વાત એ છે કે, કોઈ જાનહાનીના સમાચાર નથી. વૈષ્ણો દેવી બ્રિજ પાસે SG હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બે કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જો કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નથી.

વડોદરામાં દશામા મહોત્સવ દરમિયાન દુર્ઘટના : મહી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરતી વખતે 5 યુવકો  ડૂબી જવાથી મોત 

 રાજકોટના કારીગરોની PMને ભેટ, ડાયમન્ડ, મીના, પાઈન લાકડાનો ઉપયોગ કરી તૈયાર કર્યા ત્રણ ખાસ પ્લેન, જુઓ તસ્વીર

 અમદાવાદમા તથ્ય પટેલ જેવો વધુ એક અકસ્માત! નબીરાએ BMW થી સર્જ્યો અકસ્માત

 


Share this Article