Gujarat News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉનાળાને લઈ નવી આગાહી કરી છે. તો સાથે વરસાદને લઈને પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે. અંબાલાલે કહ્યું કે 28થી 29 માર્ચે ગરમી પડશે. તેમજ પવનની પણ શક્યતા દેખાઈ રહી છે. તો વળી 30થી 31 માર્ચના ફરી પલટો આવશે. મહારાષ્ટ્રના ભાગોમાં વાદળો આવવાની શક્તા રહેશે. ગુજરાતના ભાગોમાં પણ મેઘરાજા ખાબકી શકે છે.
1થી 3 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં વાદળો આવશે અને 5 એપ્રિલ સુધીમાં અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં ઠેર ઠેર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહેશે. અમુક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પણ ખાબકશે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડના વિસ્તારોમાં પ્રી મોનસુન એક્ટિવિટી જેવા સીન જોવા મળવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે.
આગળ આગાહીની વાત કરતાં અંબાલાલે કહ્યું કે, 6થી 8 એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. સાથે જ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં આંધી વંટોળ અને સુસવાટા નાખતો પવન પણ આવશે. ફાગણ વદમાં ગુજરાતના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવી રહ્યો છે. આંધી વંટોળ પવનના સુસવાટા જોવા મળશે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
ભારતમાં આવેલું છે એક ચમત્કારિક તળાવ, માત્ર સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જાય, લોકોની લાઈન લાગે
અંબાલાલે ગરમી વિશે આગાહી કરી કે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં આવતીકાલથી ગરમીનુ પ્રમાણ વધશે. વડોદરામાં 42 ડિગ્રી, અમદાવાદ-ગાંધીનગરમાં 40થી 41 ડિગ્રી, સાબરકાંઠા પંચમહાલમાં 40થી 41 ડિગ્રી તો સૌરાષ્ટ્રના ભાગોમાં 40 ડિગ્રી તાપમાન સુધી જઈ શકે છે.