વિધાનસભા પહેલા જ અલ્પેશ ઠાકોરની ઠાકોર સમાજમાં જ ફજેતી, કહ્યું- અલ્પેશ ઠાકોર સમાજને પતાવવાનું મશીન છે, અમારા સમાજને..

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાતમા વિધાનસભાની ચૂટણી નજીક આવતા સતત ગુજરાતનુ રાજકારણ ગરમાઈ રહ્યુ છે. આ વચ્ચે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર દ્વારા જે પરણવાની વાતને લઇ સ્થાનિક ઠાકોર સમાજમાં રોષે ભરાયો હોવાના સમાચાર છે. આ અંગે સમીના રણાવાળા ખાતે એક સમેલન થયુ હતુ જેમા ઠાકોર સમાજના અગ્રણીનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.

સ્થાનિક ઉમેદવારની માંગ તેમજ અલ્પેશ ઠાકોરના વિરોધમાં યોજાયેલ સંમેલનમાં સુરેશ ઠાકોરે કહ્યુ હતુ કે અલ્પેશ ઠાકોર તો ઠાકોર સમાજને પતાવવાનું મશીન છે. આગળ વાત કરતા અગ્રણી સુરેશભાઈએ કહ્યુ હતુ કે અલ્પેશ ઠાકોરનો ઠાકોર સમાજને પતાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. પાર્ટીને એક જ વિનંતી છે કે અમને ટીકીટ આપો નહી તો અમે લડી લેશું.

 

એક તરફ રાધનપુર સીટ પર ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવાર મેદાને આવે તેવો પ્લાન છે અને બીજી તરફ રાધનપુરથી અલ્પેશ ઠાકોર મેદાને ઉતરવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ મુદ્દે રાધનપુરના બે પૂર્વ ધારાસભ્ય સહીત અઢારે આલમ અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ થઈ ગયા છે. આ વિસ્તારમાં ઠાકોર સમાજની વોટ બેંક મોટી છે.

 

 


Share this Article