હવે માત્ર 24 કલાક જ મેઘરાજા બેટિંગ કરશે, ત્યારબાદ ગુજરાતમાં કોઈ જ સિસ્ટમ સક્રિય નહીં… જાણો વરસાદની નવી આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat Rain Update : રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે વરસાદને લઈ ફરી એકવાર હવામાન વિભાગની (Meteorological Department) આગાહી સામે આવી છે. રાજ્યમાં ભારે વરસાદીની સંભાવના નહિવત છે, તેમજ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ (Manorama Mohanty) જણાવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, કચ્છ-સૌરાષ્ટ્રમાં આજે વરસાદ વરસી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ આવી શકે છે. સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નોંધવામાં આવ્યો છે, ભારે વરસાદ આવે તેવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અત્રે જણાવી દઈએ કે, રાજ્યમાં સો ટકા વરસાદ પૂર્ણ થયો છે.

સિઝનનો 100% વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ નોંધાયો છે. એવામાં આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. સાથે મધ્ય-દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે.

અંબાલાલે બધાના ધબકારા વધારી દીધા! ઓક્ટોબરમાં ભયંકર વાવાઝોડાંની આગાહી કરી, મેઘરાજા પણ માજા મૂકશે

ભારતીય હિંદુઓ, તમારું સ્થાન ભારતમાં છે, કેનેડામાંથી ચાલતી પકડો… ખાલિસ્તાની પન્નુએ આપી ખુલ્લી ધમકી, જસ્ટિન ટ્રુડો ચૂપ

અંબાણીના ઘરે ગણેશ ઉત્સવમાં બોલવૂડ સ્ટાર અને ક્રિકેટર્સનો જમાવડો, પરંતુ વિરાટ-અનુષ્કા આ કારણે ના આવ્યા

 

સૌરાષ્ટ્ર-કચ્છમાં આવી શકે છે વરસાદઃ અંબાલાલ પટેલ 

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ લાવશે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે.

 


Share this Article