સંસ્કારી નગરી વડોદરાનું માથુ ફરી શરમથી ઝૂકી ગયુ છે. શહેરમાંથી સંસ્કારિતાપણું હવે ભૂંસાઈ રહ્યું છે. મહિલાઓ પર વધતા અત્યાચારના કિસ્સાને કારણે શહેરની સંસ્કારિતા ફરી લજવાઈ છે. તાજેતરમાં એક સગીરા પર દુષ્કર્મના કેસની શાહી હજી સૂકાઈ નથી, ત્યાં ફરી એક દુષ્કર્મની ઘટના બની છે. શહેરના એક રસ્તા પર ત્રણ નરાધમો સગીરાને બસમાં ખેંચીને લઈ ગયા હતા, અને તેની લાજ લૂંટાઈ હતી. જાેકે, શરમની વાત તો એ છે કે, ખુદ પોલીસ જ આ મામલે ઢાંકપિછોડો કરતી દેખાઈ હતી.
પોલીસ ચાર દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી, અને પીડિત પરિવારને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા. વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વડોદરાના ન્યુ વી.આઈ.પી રોડ પાસે આ ઘટના બની છે. જેમાં ત્રણ નરાધમોએ સગીરાને બસમાં ખેંચીને લઈ ગયા હતા. જેમાંથી એક યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું, જ્યારે કે, બે યુવાનોએ બસના દરવાજે વોચ રાખી હતી. આમ, ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં સગીરાની લાજ લૂંટાઈ હતી.
આ અંગે સગીરાના કાકાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એકટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પરંતુ આ અંગે ખુદ પોલીસ ઢાંકપિછોડો કરતી જાેવા મળી હતી. પોલીસે શરૂઆતમાં ૪ દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી. પીડિતા અને તેના પરિવારને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા. પીડિતા અને તેના કાકા હરણી અને વારસિયા પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતા. પણ પોલીસે આ ઘટનાને ગંભીર ગણવાની તસ્દી સુદ્ધા લીધી ન હતી. આમ, વડોદરા પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. આ અગાઉ પણ વડોદરા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. જે બતાવે છે સંસ્કારી નગરીમાં હવે મહિલાઓ સલામત નથી.