ફેશન ફ્રેન્જી અલગ અલગ જિલ્લામાં ફેશનના એવોર્ડ શો યોજતું આવે છે. ત્યારે એ જ અરસામાં જામનગરમાં પણ મિસ સૌરાષ્ટ્ર 2022નું આયોજન રાખવામાં આવ્યું હતું. આ સ્પર્ધમાં અલગ અલગ જિલ્લામાંથી યુવતીઓ ભાગ લે છે અને રેમ્પ વોક કરે છે તેમજ બીજો એક ટેલેન્ટનો રાઉન્ડ પણ રાખવામાં આવે છે.
આ વખતે ફેશન ફ્રેન્જીએ જામનરમાં સ્પર્ધા રાખી ત્યારે 25 જેવા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું.
જેમાં મિસ સૌરાષ્ટ્ર 2022ના વિજેતા તરીકે ડો. વિકુશા સારડાનું નામ જાહેર કર્યું છે અને આ એવોર્ડ એમના નામે ગયો છે.
ડો. વિકુશા આ જીત વિશે વાત કરતાં જણાવે છે કે હું થર્ટી ફસ્ટની પાર્ટીમાં જતી હતી. ત્યારે મને આ સ્પર્ધા વિશે ખબર પડી.
સગા-સંબંધી અને મિત્રો એમ બધાએ કહ્યું કે તું પણ સરસ દેખાય છે તો એકવાર ટ્રાય કરી લે. એ રીતે મે ખાલી ટ્રાય માટે ભાગ લઈ લીધો.
પહેલા વોકનો રાઉન્ડ હતો જેમાં હું સિલેક્ટ થઈ ગઈ. ત્યારબાદ બીજો ટેલેન્ટ અને ઈન્ટ્રોડક્શનનો રાઉન્ડ હતો. જેમાં ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર જજ તરીકે હતા.
તો મને સવાલ કરવામાં આવ્યો કે તમે ડોક્ટર છો તો પછી આ ફેશનના ફિલ્ડમાં કેમ આવ્યા. ત્યારે મે જવાબ આપ્યો કે પેશન તો પેશનની જગ્યાએ અને ભણવાનું એની જગ્યાએ હોય છે.
ત્યારે જજએ કહ્યું કે કમાણીમાં ડોક્ટર જ વધારે કમાય છે. ત્યારે મે જવાબ આપ્યો કે પૈસા એ ખુશીનું માપદંડ નથી, માણસ જ્યારે શોખને ફોલો કરે ત્યારે એ સાચી ખુશી મેળવતા હોય છે.
બસ આ જ જવાબ અને વિકુશાને મિસ સૌરાષ્ટ્ર 2022 તરીકે જાહેર કરવામાં આવી.