ગુજરાતમાં ચોમાસુ પાછળ ઠેલાયું, 12 દિવસ સ્થિર રહ્યા બાદ ભારત તરફ આગળ વધ્યું, જાણો ક્યારે મેઘરાજા ખાબકશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અંદામાન-નિકોબારના અમુક ભાગમાં 19 મેના દિવસે ચોમાસુ બેસી ગયા બાદ ધીમું પડ્યું હતું જે હવે વધી રહ્યું છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, અંદમાન, નિકોબાર અંદમાન સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં ચોમાસુ બેસી ગયું છે અને આગળ વધી રહ્યું છે. નિકોબાર ટાપુ પર 19 મેએ ચોમાસાનું આગમન થયું હતું . આ ચોમાસુ 12 દિવસ સ્થિર રહ્યું હતું. હવે ચોમાસાએ ફરી ગતિ પકડી છે. આજે નિકોબાર ટાપુ પરથી ચોમાસુ આગળ વધીને અંદમાન પોહ્ચ્યું છે. ચોમાસાનો એક છેડો અંદમાન ટાપુને પાર કરીને બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર પહોંચી ગયો છે. તો બીજો છેડો શ્રીલંકાના દક્ષિણ ભાગ સુધી પહોંચ્યો છે.

હવામાન વિભાગ અનુસાર ચોમાસાને આગળ વધવા માટે આગામી 2-3 દિવસ ખૂબ અનુકૂળ છે. ચોમાસુ કેરળ પોહ્ચે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે ક્યુ હતું કે કેરળમાં ચોમાસુ 4 જૂને બેસી શકે છે. જો ચોમાસું આવી જ રીતે આગળ વધે તો સમયસર ચોમાસું બેસી પણ જાય. પરંતુ હવામાન વિભાગ ચોમાસાના પરિબળો પર  નજર રાખી રહ્યું છે.

આ પણ વાંચો

IPL ફાઈનલ: 5 ખેલાડીઓ કે જેમણે CSK ટીમને ચેમ્પિયન બનાવી, 4 એ 180+ ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા, જાણો અંદરની વાત

કરણી સેનાના રાજ શેખાવત અને પોલીસ વચ્ચે મોટો ડખો થઈ ગયો, અમદાવાદમાં બાબાનો દિવ્ય દરબાર લાગે એ પહેલાં જ વિવાદ

છેલ્લા 2-3 દિવસથી દક્ષિણ ભારતમાં તામિલનાડુ સહિતના રાજ્યોમાં 2-3 દિવસથી વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. આ પ્રિ-મોનસૂન એક્ટિવિટી ચોમાસાને આગળ વધવા માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ ગુજરાત તરફ આગળ વધે છે. પરંતુ ગુજરાતમાં તો પ્રિ-મોન્સૂનનો વરસાદ વરસી રહ્યો છે

 


Share this Article