સરકારની પૂર્વ તૈયારીએ મહા વાવાઝોડા સામે લડવામાં ભરપૂર મદદ કરી, આ એક સિસ્ટમ દરેક મુશ્કેલી માટે નિવારક બની

Desk Editor
By Desk Editor
Share this Article

Biporjoy cyclone : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દેશના અન્ય કેટલાક ભાગો માટે પડકાર ઉભો કરનાર વાવાઝોડા બીપરજોયને પહોંચી વળવાની તૈયારીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લેવાયેલા મહત્વના પગલાનો પણ મોટો ફાળો છે. આ પગલાં નીતિગત સ્તરે સંસાધન વૃદ્ધિ અને તકનીકી સુધારણા પર સક્રિયપણે કેન્દ્રિત છે.

ગુજરાતમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત

કેન્દ્રીય ગૃહમંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ને માત્ર આપત્તિઓનો સામનો કરવાનો અધિકાર જ નથી આપ્યો, પરંતુ રાજ્યોને સહાય પણ આપી છે. રાજ્યમાં ‘બિપરજોય’ના પડકારને પહોંચી વળવા ગૃહ મંત્રાલયે ગુજરાત સરકાર સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. આ પછી વડાપ્રધાને સમીક્ષા બેઠક પણ યોજી હતી. ગુજરાતમાં એનડીઆરએફની 15 અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે. ગૃહમંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બધું વહેલાસર ચેતવણી અને સજ્જતા આધારિત અભિગમ હેઠળ કરવામાં આવ્યું છે.

દેશભરમાં સ્થાપિત 200 એગ્રો એડબલ્યુએસ સિસ્ટમ

એક મજબૂત પ્રારંભિક ચેતવણી પ્રણાલી અને પ્રથમ પ્રતિસાદ આપતી સિસ્ટમની રજૂઆત સાથે, આપત્તિનો સામનો કરવામાં મોટી સફળતા મળી છે. આ પ્રયત્નોનું પરિણામ એ છે કે ચક્રવાતને કારણે જાનમાલના નુકસાનમાં 98 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા નવ વર્ષમાં 22 ડોપ્લર વેધર રડાર લગાવવામાં આવ્યા છે, જ્યારે ઓટોમેટિક વેધર સિસ્ટમ્સ (એડબલ્યુએસ)ની સંખ્યા 808 પર પહોંચી છે. દેશભરમાં ૨૦૦ એગ્રો એડબ્લ્યુએસ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે.

2014 પહેલાં એક પણ નહોતું. અધિકારીઓએ કહ્યું કે વડા પ્રધાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર ભાર મૂક્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૧ માં રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળની સ્થાપના કરવામાં આવી હતી. આ અંતર્ગત 13,693 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. યુપીએ સરકારની તુલનામાં ડિઝાસ્ટર ફંડની વહેંચણીમાં ત્રણ ગણો વધારો થયો છે.

વૃક્ષો અને ઇલેક્ટ્રિક થાંભલાઓ દૂર કરવા માટે કામ કરી રહી છે સેના

ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકામાં ઊખડી ગયેલાં વૃક્ષો અને ઇલેક્ટ્રિક થાંભલાઓ દૂર કરવામાં પોલીસ, એનડીઆરએફ અને આર્મીની ટીમો કામે લાગી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા સંગઠનોને ચક્રવાત અંગે રિપોર્ટિંગ માટે તૈનાત મીડિયા કર્મચારીઓ તરીકે સાવચેતી રાખવા જણાવ્યું છે.

imd

આઈએમડીની ચેતવણી ચારથી પાંચ દિવસ અગાઉથી આવી રહી હતી. આ કારણે અગાઉ બચાવ અને રાહતની તૈયારીઓ કરવામાં આવી હતી. સાવચેતીના પગલા રૂપે, દરિયાકાંઠાના વિસ્તારોમાંથી એક લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બંદરો બંધ કરી દેવામાં આવ્યા છે. ફ્લાઇટ્સ અને ટ્રેનો સ્થગિત કરી દેવામાં આવી છે.

ટક્કર પહેલા જ સ્થિતિ ભયાનક બની ગઈ હતી.

આઇએમડીના જણાવ્યા અનુસાર, ચક્રવાતનો બાહ્ય ભાગ દરિયાકાંઠાના ભાગોમાં ટકરાય તેના કલાકો પહેલા જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જખૌ નજીક જ્યારે વાવાઝોડું દરિયાકિનારે ટકરાયું ત્યારે જુદી જુદી જગ્યાએ પવનની ગતિ 115થી 140 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હતી.

 

આ પણ વાંચો

જય હો ગુજરાત! સાઈક્લોન વોર્નિંગ સિસ્ટમ, શેલ્ટર હોમ… ચક્રવાતના વિનાશથી લોકોને બચાવવા માટેનું મહાન અભિયાન

મહા વાવાઝોડું ગુજરાતની ધરતીને ટકરાઈ ગયું, આ રીતે ધીરે ધીરે વિનાશ વેરાશે, આવું હશે તબાહીનું દ્રશ્ય, જાણો બધુ જ

હે કચ્છવાસીઓ સાવધાન થઈ જાઓ, આગામી 5 કલાક આંખ સામે તબાહી મચી જશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું

એ પછીના ચાર-છ કલાક સુધી આ જ ઝડપે પવન ફૂંકાતો રહ્યો અને સર્વત્ર તારાજી સર્જી દીધી. દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર પવનની ગતિ થોડી ધીમી હતી, પરંતુ તેમ છતાં તેની ઝડપ 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની હતી. છેલ્લા ત્રણ વર્ષમાં બીપોરજોય બીજા નંબરનું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. આ પહેલા મે 2021માં ‘ટોક્ટે’એ તબાહી મચાવી હતી. અરબી સમુદ્રના સૌથી લાંબા આયુષ્ય સાથે બીપોરજોય પણ ચક્રવાત બની ગયું છે.

 

 


Share this Article