Ahmedabad News : યાત્રાધામ અંબાજીમાં (ambaji) બનતો મોહનથાળ જે ઘીમાંથી બનતો હતો, તે ઘીનાં સેમ્પલ ફેલ થતાં સમગ્ર ગુજરાતમાં (gujarat) ખળભળાટ મચી ગયો છે. માતાજીનો પ્રસાદ બનાવવા માટે વપરાતું ઘી કેવી રીતે ભેળસેળવાળું બની જતું હતું તે એક મોટો સવાલ છે, અને તેની તપાસ ચાલી રહી છે. ત્યારે અંબાજીમાં પ્રસાદ માટે વપરાતું ધીનો વિવાદ અમદાવાદ પહોંચ્યો છે.
શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમના મહામેળોમાં પ્રસાદીમાં નકલી ઘીના મુદ્દે ધમધમાટ મચી રહ્યો છે. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો સ્ટોક કરવામાં આવ્યો હતો. જે ઘીના સમ્પેલ ફેઈલ થતાં હવે સમગ્ર મામલો સામે આવ્યો છે. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા મોહિની એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો સ્ટોક કરવામાં આવ્યો હતો જેના સેમ્પલ ફેલ થયા હતા, જે બાદ તપાસ હાથ ધરાતા તેમણે અમદાવાદ સ્થિતની નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદેલું હોવાનુ ખુલ્યું હતું.
ભેળસેળવાળું ઘી વાપર્યું હોવાનું સામે આવ્યું
અંબાજી મંદિરના પ્રસાદ- મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઇલ નીકળ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા નમૂનાઓમાં ભેળસેળ હોવાનુ સામે આવ્યું છે, મોહનથાળ બનાવવા માટે શુદ્ધ ઘીની જગ્યાએ ભેળસેળવાળું ઘી વાપર્યું હોવાનો ખુલાસો થયો છે. મોહનથાળના ઘીના નમૂના ફેઇલ નીકળતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 15 કિલોના 200 જેટલા ઘીના ડબ્બા ફેઇલ કર્યા છે.
ફૂડ વિભાગ તપાસ માટે પહોંચતા માલિક ફરાર
અંબાજીમાં ઘીનું સેમ્પલ ફેલ થવા મુદ્દે અમદાવાદમાં કાર્યવાહી કરવામાં આવી છે. મોહિની કેટરર્સે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદ્યુ હતુ. નીલકંઠ ટ્રેડર્સમાં AMCના ફૂડ વિભાગે તપાસ કરી હતી, અને તપાસ બાદકંપનીને સીલ કરી છે. ફૂડ વિભાગ તપાસ માટે પહોંચતા તેનો માલિક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, ત્યાં ઉપસ્થિત વ્યક્તિઓને ગોડાઉન વિશે પૂછવામાં આવતા બધા લોકો ગોળ-ગોળ જવાબ આપવા લાગ્યા હતા. ટ્રેડર્સના કર્મચારીઓએ ગોડાઉનની ચાવી પોતાની પાસે ન હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ લાઈટો બંધ કરી તપાસ રોકવાનો પ્રયાસ કરાયો હતો.