ઈંતજારનો આવ્યો અંત…ગૌણ સેવાએ 3 પરીક્ષાની તારીખ કરી આખરે જાહેર, નવી પદ્ધતિ મુજબ જ લેવાશે ટેસ્ટ, જાણો વધુ

Desk Editor
By Desk Editor
Share this Article

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેયર, મશીન ઓવરશીયર, વર્ક આસીસ્ટન્ટની ખાલી રહેલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવી હતી. આ તમામ પરીક્ષાઓની તારીખ આજે જાહેર કરવામાં આવી છે.

પ્રથમ વખત CQ-CBRT (Computer Based Recruitment Test) મુજબ ટેસ્ટ લેવાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાઓ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેને લઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી.

શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ

ગઢવી-આહીર વિવાદ સોનલધામ મઢડા પહોંચ્યો, ગિરીશ આપા અને વિક્રમ માડમે ચારણ-આહીર વિશે કહ્યું આવું-આવું

આ જગ્યાઓની પરિક્ષા માટે મંડળે તારીખ જાહેર કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં દર્શાવ્યા મુજબ સર્વેયર, મશીન ઓવરશીયર, વર્ક આસીસ્ટન્ટની ખાલી જગ્યાઓ માટેની પરિક્ષા 10મી માર્ચ 2024ના રોજ CQ-CBRT  પદ્ધતિથી લેવાશે


Share this Article