કેટલાક સમય પહેલાં ગાંધીધામમા ફાયરિંગ કરી આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 40 લાખની લુંટ કરનાર આરોપીઓ ઝડપાયા હતા. આ આરોપીઓ પૈકી એક આરોપીની ગાંધીધામની અન્ય એક અને રાજકોટની લુંટમા પણ સંડોવણી બહાર આવી હતી. ત્યારે હવે ગાંધીધામમાં આવી જ એક બીજી ઘટના બની છે. જેમાં એક કરોડની લૂંટના સમાચાર સામે આવ્યા છે.
ગાંધીધામમા લુંટની ઘટનાથી હાલમાં ચારેકોર ખળભળાટ છે. ભરબપોરે આંગડિયા પેઢીમાં લુંટનો કિસ્સો બન્યો છે. રૂ એક કરોડની રોકડ લુંટી જવાયાની પ્રાથમિક વિગતો હાલમાં સામે આવી રહી છે, જો કે સાચો આંકડો હજૂ બહાર આવશે. જવાબર ચોક ખન્ના માક્રેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ આંગડિયામાથી લુંટ ચલાવાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો છે અને કાર્યવાહી કરી છે.
Joint Family: આ પરિવાર એટલો મોટો કે તાલુકો બની જાય, 184 લોકો, 25 કિલો શાકભાજી, 25 કિલો લોટની રોટલી…
આ સાથે જ વિગતો સામે આવી રહી છે કે ચાર આરોપીઓએ લુંટને અંજામ આપ્યો છે. હેલ્મેટ પહેરી હથિયાર બતાવી એક કરોડ લુંટી લીધા હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ થયા બાદ લૂંટનો સાચો આંકડો બહાર આવશે. હાલમાં એક કરોડની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે.