Ahmedabad News: અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં જોઈએ ત્યાં ટ્રાફિક જામ જોવા મળે છે. પૂર્વ અમદાવાદ હોય કે નદી કાંઠાના ઉપરનું અમદાવાદ હોય, તમે જ્યાં જુઓ ત્યાં લાંબો ટ્રાફિક જામ છે. લોકોને એક કલાકનો રસ્તો હોય તો 2 કલાક લાગી રહી છે. ઓફિસેથી ઘરે પહોંચવામાં પણ લોકોને 45 મિનિટ જેટલો વધારે સમય લાગ્યો છે. રિવરફ્રન્ટમાં કાર્યક્રમ હોવાના કારણે ત્યાં રસ્તો બંધ રાખવામાં આવ્યો છે. જેના કારણે આખા શહેરનો ટ્રાફિક રમણ ભમણ થઈ જતો જોવા મળી રહ્યો છે.
કારણ કે જ્યારે એક રિવરફ્રન્ટનો રસ્તો બંધ રહે છે ત્યારે લોકો બીજા રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર બને છે. સાંજે ઓફિસેથી છૂટતા લોકો અને નાઈટ શિફ્ટમાં ઓફિસે જતાં લોકોનો ટ્રાફિક સામાન્ય રીતે પણ રહેતો જ હોય. એવામાં એક રસ્તો બંધ થાય જેના લીધે ધીરે ધીરે બીજા રસ્તાઓ પર ટ્રાફિક જામ થાય અને અંતે એક સમય એવો આવે કે દરેક રસ્તા પર લોકો ફસાઈ જતા હોય છે. હાલમાં અમદાવાદમાં જ્યાં જાઓ ત્યાં એવો જ નજારો જોવા મળી રહ્યો છે.