જંત્રી વધારાના મુદ્દે ચારેકોર વિરોધના સુર જોઈને સરકાર પાછી પાની કરશે કે હડીખમ રહેશે? અચાનક જ બળવો ફાટી નીકળ્યો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ગુજરાત સરકારે જંત્રી દરને લઈને આ વર્ષે મોટો નિર્ણય લીધો છે. 11 વર્ષ બાદ સરકારે જાન્યુઆરી-2023માં જંત્રી સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. હવે આ મામલે સ્ટોક હોલ્ડર્સ અને ખેડૂતોના અલગ અલગ મત સામે આવ્યા છે. ગઈકાલથી આહુ થયેલા જંત્રીમાં વધારાના દરો અને મિલ્કતોનાં દસ્તાવેજ કરાવવા સબ રજીસ્ટ્રારની કચેરીઓ પર પહોંચેલા લોકોમા નારાજગી જોવા મળી હતી.

મુખ્યમંત્રીને લેખિતમાં આવેદન આપ્યુ

આ વિશે વિગતે વાત કરીએ તો પ્રશ્ન એ છે કે જેમણે મિલ્કતો ખરીદી લીધી પણ દસ્તાવેજ કરાવવાનાં બાકી રહી ગયા તેઓ માટે આ નિર્ણયથી વધુ નાણાકીય માર પડ્યો છે. લોકોની ફરિયાદ છે કે આ તાત્કાલિક નિર્ણય લાવામા આવ્યો છે, તેમને કામગીરી પૂરી કરવા સમય મળ્યો નથી. આ અંગે ક્રેડાઈ-ગાહેડ એસોસિએશનના ડેવલોપર્સે જંત્રીમાં વધારા મામલે મુખ્યમંત્રીને મળ્યા હતા અને લેખિતમાં આવેદન આપ્યુ હતુ. આ બાદ હવે અમુક ટકા વધારો પરત ખેંચાય તેવી શકયતા છે.

જંત્રી દરને લઈને સરકાર સામે રોષ

સરકાર સામે રોષ ઠાલાવતા જંત્રી ભરનાર લોકોએ કહ્યુ કે કોઈ વ્યક્તિએ અગાઉ જંત્રી ભરી દીધી હતી, પણ તેને ફરીથી એટલી જ રકમ ભરવા માટે કેહવાયું છે જેથી હવે તેમને પૈસાની વ્યવ્સથા અન્ય જગ્યાએથી કરવી પડી રહી છે.

3 સેકન્ડ અને બહુમાળી બિલ્ડીંગ જમીનમાં સમાઈ ગઈ… ભૂકંપના 6 વીડિયો જોઈને તમારી આંખમાંથી અશ્રુધારા વહેશે!

વરરાજો કે લાડી, કોણ છે વધારે માલામાલ? સિદ્ધાર્થ અને કિયારાની નેટવર્થ જાણીને તમારા હાજા ગગડી જશે, જાણે બન્નેની કમાણી

આમ આદમીની મોંઘીદાટ ઓફર, AAPએ BJPના નેતાને ખરીદીને પોસ્ટ આપવા માટે કરી પુરા 1 કરોડની ઓફર!

મળતી માહિતી મુજબ અમુક કિસ્સામાં શરતો મુજબ જૂના દર પ્રમાણે જંત્રી ભરી શકાય છે. આ શરતોને મુજબ જો ચાર ફેબ્રુઆરી કે તે પહેલાં મિલ્કત ખરીદનાર અને વેચનારે કરાર પર સહી કરી નાખી હો અને 6 તારીખ સુધી સ્ટેમ્પ મેળવી લીધેલ હશે તો તેઓ દસ્તાવેજ જુની જંત્રી પ્રમાણે ભરી શકશે. બીજી તરફ રાજ્યના વકીલો, રેવન્યુ બાર એસોસિએશન અને બિલ્ડરો પણ સરકારના આ નિર્ણયથી ખૂશ નથી.

Lok Patrika- Gujarati News

 


Share this Article