Gujarat News: આજ રોજ ગણતંત્ર દિવસ તેમજ રોડ સેફ્ટી માસ 2024ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ આર.ટી.ઓ અને અમદાવાદની સેવાભાવી સંસ્થા જેન્યુન હેલ્પ ફાઉન્ડેશનના સહયોગથી લાલ દરવાજા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં લોકોના સહયોગ થી 150થી વધુ બ્લડની બોટલનું બ્લડ જમાં કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જેન્યુન હેલ્પ ફાઉન્ડેશન ના સંસ્થાપક દાનિયલ દિલ્હી વાલા તેમજ રોડ સેફ્ટી બ્રાન્ચ તરફથી સિકંદર સંધી દ્વારા પોતાનું ઉમદા યોગદાન આપી આ કાર્યક્રમ ને સફળ બનાવેલ છે.
વધુમાં આર ટી ઓ નડિયાદ તરફ થી વસીમ પઠાણ કચેરી વતી હાજર રહી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરેલ હતું.
આજે જ લાભ લઈ લો… સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો તમારા શહેરમાં કેટલો ભાવ છે?
આર.ટી.ઓ અમદાવાદ તરફથી મોટર વાહન નિરીક્ષકશ્રી પી જી સહાની અને શ્રી જે પી રોત સાહેબ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતામોટર વાહન નિરીક્ષક પી જી સહાની દ્વારા બ્લડ ડોનેટ કરવામા આવ્યું હતું.