માવજી વાઢેર( ઊના ગીર સોમનાથ)
ઉના તાલુકાના સીમર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય પુંજા વંશ દ્વારા ધારાસભ્ય ગ્રાન્ટમાંથી સીમર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૪,૭૮,૦૩૭ના ખર્ચે આ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 250 પર મીનિટ ઉત્પાદન ક્ષમતામાં વાળો 15 કે.જી હવામાંથી ઓકિસજન કનજેકસન કરીને ડીલેવરી કરતો ઓકિસજન પ્લાંટ ૪૦ થી વધારે દર્દીઓને 24 કલાક ઓક્સિજન પૂરું પાડવાની ક્ષમતા ધરાવે છે.
આ તકે તાલુકાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલસ પણ પ્રદાન કરવામાં આવી, તેમજ હાલ કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે તેમજ તેનો સામનો કરવા માટે પ્રાથમિક ઉપચારના પગલાં લેવા માટે મેડીકલ ઓફિસરો તેમજ સ્ટાફને પણ સજાગ રહેવા જણાવ્યું, તેમજ લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો.