મૌલિક દોશી (અમરેલી )
અવારનવાર જીવન ટૂંકાવ્યું હોય તેવા તો ક્યારેક આત્મ હત્યા કરીને મોતને વ્હાલું કર્યું હોય તેવા સમાચારો સામે આવતા જ રહે છે ત્યારે હવે અમરેલી શહેરમાં નગરપાલિકામા ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પંકજ જોશીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. નગરપાલિકામા ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પંકજ જોશીએ વહેલી સવારે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. . જે મામલે નગરપાલિકા સાથે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પંકજ જોશી સામે કેસની તપાસ ચાલી રહી હોય તેના ટેન્શનમાં જ તેને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની વિગતો સામે આવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પંકજ જોશી સામે કેસની તપાસ ચાલી રહી હોય તેના ટેન્શનમાં જ તેને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાની વિગતો સામે આવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
મૃતકની લાશ સિવિલ હોસ્પિટલમા લાવતા સીટી પોલીસ સહિત કેટલાક કર્મચારીઓ પણ દોડી ગયા હતા અને પોલીસ દ્વારા આત્મહત્યા ક્યાં કારણોસર કરી તેને લઈ તપાસ હાથ ધરતા તપાસના ટેંશનના કારણે આત્મહત્યા કરી આ પગલુ ભર્યા નું જાણવા મળી રહ્યું છે.અગાઉ તારીખ 20-11-2021 સીટી પોલીસ સ્ટેશનમાં આ પંકજ જોશી સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાય હતી. જેમાં ઇન્ચાર્જ એકાઉન્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ચીફ ઓફિસરને વિશ્વાસમાં લીધા વગર જાણ બહાર મંજૂરી વગર છે. તરપિંડીના ઇરાદે પોતાની સતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે કન્સ્ટ્રકશન કંપનીની રૂ .87,40,119ની ડિપોઝીટ રીલીઝ કરી દીધી હતી . જે મામલે નગરપાલિકા સાથે શ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.