આખા ગુજરાતમાંથી અઢારે વરણના લોકો દિપેનને બચાવવાં માટે આગળ આવ્યાં, દરેકનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ

Lok Patrika
By Lok Patrika
Share this Article

માણસ જ માણસને મદદ નહીં કરે તો બીજું કોણ કરશે. એમાંય પાછો અત્યારે તો કળિયુગ ચાલી રહ્યો છે. પરંતું હાલમાં જ એક એવી ઘટના ઘટી કે કળિયુગને પણ શરમ આવે. લોકોએ જ લોકોની મદદ કરી અને દિપેનને નવું જીવન મળ્યું. દ્વારકાના ભાણવડના જામ રોજીવાડા ગામનો દિપેન નનેરા એકદમ સામાન્ય પરિવારમાંથી આવે છે. કુદરતની થપાટ લાગી અને 22 વર્ષના આ છોકરાની બન્ને કિડની ખરાબ થઈ ગઈ. જીવવાના પણ ફાંફાં હતા એવી સ્થિતિમાં આવેલા દિપેનના પરિવારને પણ ચિંતા હતી કે આખરે દિપેનનું શું થશે?

કારણ કે કિડની બદલવા માટે 15 લાખથી પણ વધારે રૂપિયાની જરૂર પડે અને ટૂંકી જમીન ધરાવતા જાદવભાઈ નનેરા પાસે આટલા રૂપિયા નહોતા. ત્યારેઅઢારે વરણ અને સમગ્ર માનવ જાતને એક હાંકલ કરી અને લોકોએ આખા ગુજરાતમાંથી ખોબલે ને ખોબલે દાન આપ્યુ. આજે ભગવાનની કૃપાથી ઓપરેશન પાર પડ્યું અને દિપેન તેમજ દિપેનને કિડનીનું દાન કરનાર એમના દાદા બન્નેની હાલત પણ સ્વસ્થ છે અને ઓપરેશન પાર પડી ગયું છે.

છેલ્લા 45 દિવસથી દિપેનના સારવારની પ્રકિયા ચાલી રહી હતી. ડાયાલિસીસ અને જરૂરી તમામ પ્રકારની ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી હતીય તો વળી છેલ્લા 3 દિવસથી તેઓ હોસ્ટિપલમાં દાખલ હતા. આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના અઢી વાગ્યા સુધી આ ઓપરેશન ચાલ્યું અને આખરે ઓપરેશન સફળ પણ રહ્યું. હાલમાં બન્ને દાદા દીકરાની તબિયત પણ સ્વસ્થ છે. બધાને ઓળખે છે અને વાતચીત પણ કરવા લાગ્યા છે. દિપેનનો પરિવાર હદૃયના ઉંડાણેથી બધાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને દંડવત પ્રણામ કરે છે. આ સાથે જ પરિવારને મળેલા દાનમાં હજુ ઘણી રકમ ઘટી રહી છે તો એમને વધારે મદદ કરવા માટે પણ વિનંતી કરે છે.

દાન માટે કરવામાં આવેલી અપીલ થકી દરેકલોકોએ 3.5 લાખનું દાન કર્યું છે. તો વળી કેટો એપ્લિકેશનમાંથી પણ 70000 રૂપિયા જેવું દાન આવ્યું છે. હજુ પણ 10 લાખ જેટલા રૂપિયાની જરૂર છે. તો પરિવાર આપને કરબદ્ધ વિનંતી કરી રહ્યા છે કે થઈ શકે એટલી મદદ કરો. તમારી જેવી શક્તિ એવી ભક્તિ પ્રમાણે જો દિપેનના જીવન માટે દાન કરશો તો ભવિષ્યમાં દિપેન જરૂરથી એક સારો નાગરિક બનીને દેશ માટે કંઈક કરી શકશે. દિપેન અને દિપેનનો પરિવાર દરેક લોકોનો આભાર વ્યક્ત કરે છે…

હજુ બાકી રહેલા દાનમાં તમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને દિપેનને નવું જીવન જીવાડવામાં મદદ કરો. આપ દિપેનભાઈની વધારે વિગત માટે એમના પિતા જાવદભાઈ ડાયાભાઈ નનેરાને 9427283719 નંબર પર કોન્ટેક કરી શકો છો.

દાન કરવા માટે દિપેન ભાઈની બેંક એકાઉન્ટ વિગતો

Name:- nanera dipen jadav bhai
Bank name :- State Bank of India Bhanvad
AC . No:- 36900310843
Ifsc :- SBiN0060089


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly