ઝુલતો પુલ Breaking: PM મોદી કાલે બપોરે મોરબીની મુલાકાત લેશે, 50 બાળકો સહિત મોતનો કુલ આંકડો 134એ પહોંચ્યો

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

મોરબીમાં રવિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. મચ્છુ નદીમાં બનેલો કેબલ બ્રિજ અચાનક તૂટી જતાં અનેક લોકો નદીમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં 134 વધુ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બ્રિજ પર 400થી વધુ લોકો હાજર હતા. આ લોકો રવિવારની રજાના દિવસે બ્રિજની મુલાકાતે આવ્યા હતા. આર્મી, નેવી, એરફોર્સ એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, એસડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ અકસ્માતમાં રાજકોટના ભાજપના સાંસદ મોહનભાઈ કલ્યાણજી કુંડારિયાના 12 સંબંધીઓના પણ આ અકસ્માતમાં મોત થયા હતા. PM મોદી આવતીકાલે બપોરે મોરબીની મુલાકાત લેશે. મોરબી બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે.

મોરબીમાં બચાવ કામગીરીમાં લાગેલી ટીમોને ભૂખ્યા-તરસ્યા ન રહેવું પડે તેની કાળજી લેતા સ્થાનિક લોકો અને વિવિધ સમાજના લોકોએ મદદનો હાથ લંબાવ્યો હતો. મોરબીના લોકોએ વહીવટીતંત્ર અને બચાવ કામગીરી સાથે સંકળાયેલા લોકો માટે ખાવા-પીવા અને નાસ્તાની સંપૂર્ણ વ્યવસ્થા કરી હતી. PM મોદીએ કહ્યું હતું કે- ભલે હું એકતાનગરમાં હોઉ, પણ મારું મન મોરબીના પીડિતો પાસે છે. એક તરફ શોક, બીજી તરફ કર્તવ્ય છે. પીડિત પરિવાર પ્રત્યે હંમેશા મારી સંવેદના છે. બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા, જેમાં 50થી વધુ બાળકો સહિત સરકારી આંકડા પ્રમાણે 134 મૃતદેહ બહાર કઢાયા છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્સ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે.


Share this Article