Gujarat News: ચહેરમાના મંદિર, ગોરનો કૂવો, મણિનગર અમદાવાદ ખાતે સાહિત્ય વારસો પ્લેટફોર્મ દ્વારા ભવ્ય તૃતીય કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. “સાહિત્ય વારસો” પ્લેટફોર્મ દ્વારા આયોજીત તૃતીય કવિ સંમેલન તથા કવયિત્રી વાસવદત્તા નાયકના પુસ્તક “તમારો સહારો” ગઝલ સંગ્રહને “સાહિત્ય વારસો પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મણિનગર મ્યુનિસિપલ કાઉન્સિલર બી.જે.પી કરણભાઈ આર.ભટ્ટ હાજર રહ્યા હતા. તથા બૃહસ્પતિ કાવ્યધારા પરિવારના પ્રમુખ વિપુલભાઈ જોષી કાર્યક્રમનાં ઉદઘોષક રહ્યા હતા. તથા જુનાગઢના કવિ દિલીપભાઈ ધોળકિયાએ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. કવયિત્રી વાસવદત્તા નાયકના “ગઝલ સંગ્રહ”ને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સરસ્વતી વંદના નેહા પરમારના અવાજમાં કરવામાં આવ્યું તો શાબ્દિક સ્વાગત તરીકે ત્વરા પુરોહિતે ફાળો આપ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત બાળા નેહા પરમારે કરી હતી. એ પછી બાળા ત્વરા પુરોહિતે પોતાના શબ્દો દ્વારા અતિથિઓ અને કવિ મિત્રોને આવકાર્યા હતા. કવયિત્રી વાસવદત્તા નાયક જે ” દીવાની “ઉપનામ થી લખે છે. હિંમતનગરનું ગૌરવ ખૂબ જાણીતું નામ એવા વાસવદત્તા નાયકને સાહિત્ય વારસો પ્લેટફોર્મ દ્વારા તેમનાં ગઝલ સંગ્રહ “તમારો સહારો”ને ‘સાહિત્ય વારસો એવોર્ડ’થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.
આ સંમેલનમાં સુંદર કાવ્ય પાઠ કરવા માટે કવિઓને આમંત્રિત કર્યા હતા. જેમાં વાસવદત્તા નાયક-હિંમતનગર, જયા મહેરિયા “જુગની”, હર્ષદ કડિયા-ગોઝારિયા, નિરાલી પટેલ “નિરાળી”, મહેન્દ્ર મકવાણા-કલોલ, પ્રકાશભાઈ સોલંકી-પાલનપુર, અનિલ વાઘેલા, રમણલાલ જાદવ-ગવાડા, ભાવના ભટ્ટ-અમદાવાદ, ઈશ્વરી ડૉક્ટર “ઈશ”, જીતેન્દ્ર પરમાર “રોશન”, કવિ જાન-વડનગર, પ્રેમ જામલિયા-રાજકોટ, દિનેશ કવિરાજ-ડીસા, જીગ્નેશ ક્રિસ્ટી “સંગત”, દિલિપ ધોળકિયા-જુનાગઢ, દિશા પરમાર-ભાવનગર, રશ્મિકા ચૌધરી “રસુ”, દિવ્યા મંડલી-અમદાવાદ, સુચિ સંકેત “સુકાવ્યા”, તેજશ વસાણી-જામનગર, માયૂસ કવિ ચાણસોલ વગેરેનો સમાવેશ કરાયો હતો.
માઈ ભક્ત રમેશભાઈ સોમાભાઇ ભટ્ટ, નીતાબેન રમેશભાઈ ભટ્ટ, રાજુભાઈ ભોગીભાઈ ભટ્ટ (ભટ્ટ પરિવાર તથા ચેહર પરિવાર) ખુબ સહયોગ પુરો પાડ્યો હતો. આ કાર્યક્રમના સફળતાનો શ્રેય આપણા ભાવનાબેન તથા કવિ માયૂસને પણ આપવો પડે એમ છે. તથા મા ચહેરનાં શુભ આશિવૉદથી આખો કાર્યક્રમ ખૂબ જ યાદગાર પ્રસંગ બની ગયો.
સાહિત્ય વારસો પરિવારના અને ચેહર પરિવારના ઉપક્રમે આખો કાર્યક્રમ દીપી ઊઠ્યો હતો. આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવનારા તમામ કવિઓ, શ્રોતાઓ વડીલોનો સાહિત્ય વારસો પરિવારએ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માઈ ભક્ત રમેશભાઈ. એસ. ભટ્ટ અને ગુરુમા નીતાબેન રમેશભાઈ ભટ્ટ આશિષવચન આપ્યા હતા. અતિથિ વિશેષ ભાનુ પ્રસાદ એસ. દવે હાજર રહ્યાં હતાં. જેઓ ગાંધીનગરના જાણીતાં ઉદઘોષક છે. તેમને તમામ કવિઓને ખૂબ પ્રોત્સાહિત કરવાં માટે એમને ખૂબ ઊંડાણ પૂર્વક સમજૂતી આપી હતી.
અયોધ્યા એરપોર્ટની ભવ્ય તસવીરો તમને મંત્રમુગ્ધ કરશે, ભક્તો અહીં ઉતરતાની સાથે જ રામ મંદિરની ઝલક અનૂભશે
જાણો કોણ છે આ મહિલા કે જેને PM મોદીએ સામેથી ચૂંટણી લડવાનું કહ્યું? મહિલાએ ના પાણ પાડી દીધી
ભર શિયાળે અમદાવાદમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની નવી આગાહી જાણીને જ બહાર નીકળજો!!
આયોજક: (ચેહર પરિવાર અને સાહિત્ય વારસો પરિવાર) ભાવનાબેન ભટ્ટ-અમદાવાદ, માયૂસ કવિ-ચાણસોલ, સંચાલક : દિવ્યા મંડલી-અમદાવાદ, રશ્મિકા ચૌધરી “રસુ”