માવજી વાઢેર ઉના ગીર સોમનાથ
2021ને બાય બાય અને 2022ને વેલકમ કરવા માટે લોકો ભારે ઉત્સાહમાં હતા, પરંતુ સતત બીજા વર્ષે પણ કોરોનાને કારણે કથળી રહેલી સ્થિતિને ધ્યાને રાખીને પ્રસાશને મોટી સંખ્યામાં લોકોને એકઠા થવાની મનાઈ ફરવામી હતી, તેમજ મહાનગરોમાં પણ પોલીસ તૈનાત કરવામાં આવી હતી, જેને ભાગ રૂપે દીવ શહેરના મુખ્ય સરકલો પર પણ પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હેલ્મેટ, બ્લેકફિલ્મ (કાળા કાચ ) ડ્રિન્ક એન્ડ દ્રાઈવ, સીટબેલ્ટ સહિતનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. થર્ટી ફસ્ટ તેમજ નવા વર્ષની ઉજવણીને લઈને દીવની ચેક પોસ્ટ પર દીવ પોલીસ તૈનાત કરવામાં આવી હતી. સાથે જ દિવના પ્રવાસે આવતા પ્રવાસીઓના આર્ટિપીસીઆર પણ લેવાયા હતા. સાથે જ જે વ્યક્તિએ વેક્સિન ના લીધી હોય તેમણે વેક્સિન આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
2021ને બાય બાય અને 2022ને વેલકમ કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવ પહોંચ્યા હતા, દિવનો બિચ પણ પ્રવસીઓથી ખચોખચ ભરાયો હતો, વહેલી સવારથી જ દીવમાં પ્રવાસીઓની લાંબી લાઈનો જમાવડો જામ્યો હતો.