ભાસ્કર વૈદ્ય (સોમનાથ )
વીજચોરો બેફામ બન્યા હોય એમ અવારનવાર વીજ ચોરીની ઘટના સામે આવતી જ રહે છે, ત્યારે ફરી એકવાર વીજચોરીના સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ, તાલાળા અને સુત્રાપાડા તાલુકામાં સતત દસ દિવસ સુધી વીજ ચોરીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ વડી કચેરીના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ આ ચેકિંગમાં 76 લાખ 74 હજારની વીજચોરી પકડી પાડવામાં આવી હતી.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટની વડી કચેરીથી મળેલા આદેશ અનુસાર 04 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી એમ કુલ 10 દિવસ સુધી વેરાવર, તાલાલા અને સુત્રાપાડા તાલુકામાં વીજ ચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. 40 ટુકડીઓમાં 160 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ ત્રણેય તાલુકામાં વીજચોરી અંગે તપાસ હાથ ધરી હતી. આ તપસ દરમિયાન 2244 જેટલા વીજ કનેક્શનની તપાસ કરાઇ હતી. આ પૈકીના 462 જેટલા વીજ કનેકશનોમાં વીજચોરી થતું હોવાનું જાણવા મળતા PGVCL દ્વારા 76 લાખ 74 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
PGVCLની આ કાર્યવાહીથી વીજચોરીમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આગામી દિવસોમાં હજુ પણ વિજ ચોરીને લઈને કંપનીના અધિકારી અને કર્મચારી તપાસ હાથ ધરે તેવી પણ શક્યતાઓ છે. જેને લઇને વિજ ચોરી કરતાં વ્યક્તિઓમાં અત્યારથી જ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે