અમદાવાદમાં અનેક વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. પવન સાથે વંટોળ પણ જોવા મળી રહ્યો છે. વરસાદ ( માવઠું) થવાની શક્યતાઓ પણ હતી અને એવામાં જ વરસાદ ખાબક્યો છે.
મણીનગર, ઈસનપુર, વટવા, ખોખરા, જશોદાનગર, રામોલ, હાટકેશ્વર વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો અને હવે તો આખા અમદાવાદમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો છે અને એમ જ થાય છે કે જાણે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય.
ગુજરાતમાં હાલમાં ઉનાળો ભુલાય ગયો હોય એવું લાગી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસ થી સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં પણ માવઠા સાથે કરા પડવાની ઘટનાઓ સામે આવી છે.
84,000 પગાર, ડ્રાઈવરના 10,000.. છતાં આ ધારાસભ્યએ માંગણી કરી કે પગાર વધારો તો ખોટા કામ બંધ થઈ જાય
દુનિયામાં કુદરતી નિયમો વિરુદ્ધ ઘણાં કામો થવાથી કુદરત પણ રૂઠી હોય એવો માહોલ સર્જાતો હોય એમ લાગી રહ્યું છે, છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક મોટી ઘટનાઓ જોવા મળી છે.