રાજકોટ ના રહેવાસી હેમલ જાજલ સર્જિત અને અભિનિત શોર્ટ ફિલ્મ “મેહનત નો વારસો ” જે ૧૦ મી મેં ૨૦૨૩ ના રોજ હેમલ જાજલ પ્રોડકશનની યૂટ્યૂબ ચેનલમાં રિલીઝ થઈ ગઈ છે. આજના યુવાનો હતાશામાં આવીને વગર વિચારે આત્મહત્યા જેવા ખોટા પગલાં ભરી એમનું જીવન ટૂંકાવી દે છે. આ શોર્ટ ફિલ્મનો હેતુ આજના યુવાનોને હતાશા માંથી બહાર કેવી રીતે નીકળવું અને જીવનને સાચી રીતે માણવું તેનો પ્રયાસ નિર્માતાએ આ ફિલ્મ દ્વારા કરેલ છે.
આપ સર્વેને આ શોર્ટ ફિલ્મ ગમશે અને લોકો સાથે શેર કરી વધારે ને વધારે યુવાનોમાં જાગૃતિ લાવી શકાય એવી ફિલ્મ છે. જેથી કરી આજના યુવા વર્ગને ગુમરાહ થતા અટકાવી શકાય. આ શોર્ટ ફિલ્મનું લેખન અને દિગદર્શન નિલેશ બ્રહ્મભટ્ટે કરેલ છે, એડિટિંગ ઓ.આઈ.એફ ( ઑઉન ઇનફાઈનાઈટ ફિલ્મ્સ) સંગીત કમલેશ વૈદ આરોહી સ્ટુડિયો અને આની છબીકલા નયન પટેલ દ્વારા કરવામાં આવેલ છે. આ ફિલ્મ માં હેમલ જાજલ, નિશા પંડ્યા, દેવમ પંડ્યાએ અભિનય આપ્યો છે. મહેનતનો વારસો એક મોટિવેશન આપતી ફિલ્મ છે. જેને ભારતમાં તથા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી સાથે અનેક કેટેગરીમાં વિજય પ્રાપ્ત કરેલ છે.