રાજકોટમા આવેલી સિનર્જી હોસ્પિટલમાં નર્સ બાથરૂમમાંથી બેભાન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મધાપર ચોક નજીક આવેલી આ હોસ્પિટલમાં અલ્પા ભૂપતભાઈ જનકાત નર્સ તરીકે ફરજ બજાવી રહી હતી. તેની ઉંમર 26 વર્ષ્હોવાનુ જાણવા મળ્યુ છે અને તે મૂળ ગીર-સોમનાથની હતી. અલ્પા રાજકોટમા વરુણ એપાર્ટમેન્ટમાં રહેતી જ્યાથી તે ફ્લેટના બાથરૂમમાંથી બેભાન અવસ્થામા મળી આવ્તા સૌ કોઈ ચોકી ગયા હતા.
મોત પાછળનુ કોઈ કારણ હજુ સુધીમા સામે આવ્યુ નથી. ઘટનાની જાણ થતા અલ્પાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામા આવી હતી પણ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ અલ્પાના રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન મળ્યુ છે. આ મામલે હવે પોલીસે વઘુ કાર્યવાહી હાથ્ધરી છે. નવાઈની વાત એ છે કે તેના રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન મળ્યું છે પણ તેના શરીર પર ઇન્જેકશનના નિશાન નથી અને બીજી તરફ તેના બંને સાથળ પર ચાંભાંના નિશાન છે.
મળતી માહિતી મુજબ અલ્પા અન્ય બે યુવતી સાથે ભાડે રૂમ રાખી આ ફ્લેટમાં રહેતી હતી.
અલ્પા કાલે નોકરીથી આવ્યા બાદ નાહવા ગઇ અને લાંબો સમય સુધી બહાર ન આવી. આ બાદ દરવાજો ખખડાવવા બાદ પણ કઈ જવાબ ન મળતા રૂમ પાર્ટનરે અન્ય લોકોને બોલાવી દરવાજો તોડાવ્યો હતી જે બાદ તે બાથરૂમમાંથી બેભાન અવસ્થામા મળી આવી અને તેને તરત જ હોસ્પિટલ લઈ જવામા આવી હતી.