રાજકોટમાં પોલીસ કમિશનરની કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રેમ લગ્ન કરનારા દંપત્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જાે કે જ્વલંતશીલ પદાર્થ છાંટીને આત્મવિલોપન કરવાનો પ્રયાસ પોલીસે નાકામ બનાવ્યો હતો. ત્યારે આખરે શું બની હતી ઘટના કે નવદંપત્તિએ આત્મવિલોપન કરવાની ફરજ પડી.
પ્રેમ લગ્નનો ખાપ રાખીને સાળા સહિતના લોકોએ યુવક પર હુમલો કર્યો હતો. ચુનારવાડા શેરી નંબર ૭માં રહેતો આ યુવક અને તેનો ભાઇ ઘરમાં હતા ત્યારે તેનો સાળો મિત્રોને લઇને તેના ઘરે આવ્યો. ધોકા અને લાકડીઓ વડે માર માર્યો હતો. બંને યુવકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરી હતી.
આટલુ ઓછુ હોય તેમ યુવક પાસે તેનો સાળો સમાધાનના બે લાખ માગતો હતો. પૈસા ન હોવાથી તે યુવકના ઘરે આવીને માર મારતો હતો. આથી સારવાર બાદ કંટાળેલા યુવકે પોતાની પત્નીને લઇને પોલીસ કમિશનરની કચેરી ખાતે જઇને ન્યાયની માંગ કરી હતી જે દરમિયાન યુવકે કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો.