જેલમાં જવા તૈયાર છું પણ હું ભાજપમાં ક્યારેય નહીં જાઉ…. રંગીલા રાજકોટથી આ ધારાસભ્યે રાજનીતિની ગલીઓમાં હોબાળો મચાવી દીધો

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

એ સમયે પણ મેં સ્પષ્ટપણે જણાવ્યું કહ્યું હતું કે મને જેલમાં પૂરવા માટેની ભાજપની તૈયારી કે માનસિકતા હોય તો મને જેલમાં પૂરે હું જેલમાં જવા તૈયાર છું પણ હું ભાજપમાં જવા તૈયાર નથી. આ શબ્દો છે રાજકોટ ખાતે ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશના… પુંજા વંશે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પર પણ જોરદાર આકરા પ્રહારો કર્યા. આ દરમિયાન તેમણે ભાજપમાં જોડાવવા અંગે પણ મોટું નિવેદન આપ્યું જે હવે ચર્ચાનો વિષય બન્યું હતું.

પુંજા વંશે પોતાની વાત બધાની સામે રાખતા કહ્યું કે તમે બધા જાણો છો વર્ષ દોઢ વર્ષ પહેલા ઉનામાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. દુખ સાથે આગળ વાત કરતાં પુંજા વંશે જણાવ્યું કે આ બનાવમાં મારી ક્યાંય સામેલગીરી ન હોવા છતાં મને તેમાં જોઈન્ટ કરવા માટે સત્તાધારી પક્ષ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. મારી એમાં ક્યાંય સામેલગીરી નહોવા છતાં ત્રણ વખત મારી 10-10 કલાસ સુધી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશની પ્રેસ કોન્ફરન્સ ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. ઉજજ્વલા યોજના અંતર્ગત પ્રેસ કોફરન્સનું આયોજન કરાયું હતું. આ સમયે કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશનું નિવેદન આપ્યું હતું કે, પ્રધાનમંત્રી અને ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું સૂત્ર આપ્યું હતું. કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવાના શામ, દામ, દંડ અને ભેદ તમામ પ્રયાસો કરી લીધા. તેમ છતાં કોંગ્રેસની કામગીરીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ જાગી ચુકી છે અને ઘરે ઘરે કોંગ્રેસના કાર્યકરો કામ કરી રહ્યા છે તે જાણી ગયા છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસની બી ટીમ છે. ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. મને પણ ફાયરિંગમાં ફિટ કરવાનો કરશો રચવામાં આવ્યો હતો. હું જેલમાં જવા તૈયાર ભાજપમાં જવાનો નથી.

 

 


Share this Article