હાલમાં રાજકોટથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે કે ISI એજન્ટ ઝડપાયો છે. આ એજન્ટ તરીકે તરીકે પકડાયેલા તસ્લીમની હાલમાં રાજકોટ પોલીસ દ્વારા મોટે પાયે શોધખોળ કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન, જંક્શન વિસ્તારમાં પણ પોલીસે તડામાર શોધ કરી છે અને જેમાં 2016માં હરિયાણા ATSએ તસ્લીમને પકડ્યો હતો. તેમાં 4 વર્ષ બાદ ફરીથી રાજકોટમાં દેખાતા શોધખોળ પણ ચાલુ કરવામાં આવી હતી. હવે સમાચાર સામે મળી રહ્યાં છે કે ની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે ધંધુકા કિશન ભરવાડની હત્યા મામલે પણ આ કેસને જોડવામાં આવી રહ્યો છે.
સાથે જ જાણવા મળી રહ્યું છે કે ISI એજન્ટ રાજકોટમાં બે વર્ષથી રહેતો હતો. ISI એજન્ટ તરીકે પકડાયેલો વ્યક્તિ રાજકોટમાં જોવા મળ્યો હોવાથી હાલમાં ચારેકોર ચકચાર મચી ગઈ છે. જેમાં તે રાજકોટ જંક્શનમાં ભિક્ષૂક જેવી જિંદગી વિતાવે છે. તેમજ 2016માં હરિયાણા ATSએ તેની ધરપકડ કરી હતી. જેમાં અંબાલા આર્મી કેમ્પ પાસેથી ધરપકડ કરાઈ હતી. ત્યારે દૂરબીન, નક્શા સહિતની વસ્તુઓ જપ્ત કરાઈ હતી. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ISI એજન્ટ હરિયાણાના વકીલને મળવા ગયો હતો. જેમાં 4 વર્ષના જેલવાસ બાદ ફરી રાજકોટમાં આવ્યો છે. તે અંબાલા આર્મી કેમ્પ પાસેથી 2016માં પકડાયો હતો.