ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વચ્ચે થયેલ વિવાદનુ હજુ સૂધી કોઈ નીરાકરણ આવ્યુ નથી. આ તાણખેંચ વચ્ચે હવે સમાચાર કે બન્ને પક્ષોને હવે સમાધાન કરાવવાના પ્રયાસ કરવામા આવી રહ્યા છે. ગોંડલમા હકાભાઈ ખૂંટની વાડીમાં મહાસંમેલન યોજાયું હતું જેમા ગોંડલના જયરાજસિંહ જાડેજા, રીબડાના અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયત્નો ક્ષત્રિય આગેવાનો કર્યા હતા.
આ દરમિયાન આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના પ્રમુખ પીટી જાડેજાએ કહ્યુ કે બંને આગેવાનો ગુજરાતના ક્ષત્રિય સમાજનું ઘરેણું છે અને હવે જો તેઓ વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ કરીશ. આ અંગેના અલગ અલગ 5 વીડિયો પોસ્ટ પણ સામે આવી છે જે પીટી જાડેજા દ્વારા જ કરવામા આવી છે.
આ સિવાય આ સમેલનમા જયરાજસિંહે કહ્યુ હતુ કે સમાજને એક થઇને રહેવાની જરૂર છે અને યુવાનોને ગામના કેટલાક માથાભારે શખ્સો સામે લડવાનું પણ આશ્વાસન આપ્યું હતું. જયરાજસિંહે કહ્યુ કે અન્યાય ન કરવા અને ન સહન કરવા. રીબડામાં પટેલ સમાજ સાથે જમીનો સહિત અન્ય પ્રશ્નો અન્યાય થઈ રહ્યો છે. વાત ત્યા સુધી કથળી છે કે વાત વાતમાં લોકોને મારવા અને ધમકાવવાની વાતો સામે આવી રહી છે. આ મામલે જયરાજસિંહે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે જો આવી પ્રવૃતિ થાય છે, દાદાગીરી થાય છે જે બાબતે હુ લોકોને ખાતરી આપુ છુ કે ગામમાં વધતી દાદાગીરી હું ચલાવી લઈશ નહિ. ગામનો પ્રશ્ન ઉકેલીશ.