લાખ લાખ વંદન, આંદોલનોની ભરમાર વચ્ચે રાજકોટ માદરે વતન આવેલા બે આર્મીમેને ગામમાં કરી ફ્રીમાં અગ્નીવિર ટ્રેનિંગ કેમ્પની શરૂઆત, ભવ્ય પ્રતિસાદ મળ્યો!

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

જ્યારે આખા ગુજરાતમાં દરેક વિભાગનાં સરકારી કર્મચારીઓ દ્વારા આંદોલનો અને હડતાલ કરી રહ્યા હોય, ત્યારે ઉડીને આંખે વળગે એવું એક આર્મીમેન દ્વારા પોતાના માદરે વાતન આવી બધા લોકોને એક પ્રેરણા મળે એવું કાર્ય કરવામાં આવી રહ્યું છે..વાત એમ છે કે રાજકોટ જિલ્લાનાં, વિંછીયા તાલુકામાં આવેલ એક નાના એવા મારા ગુંદાળા(જસ) ગામના આર્મીમાં ફરજ બજાવતાં મહેશભાઈ જોગરજીયા અને ભકાભાઈ કટેશિયા પોતાની ધગશ અને જોશ-જુસ્સા સાથે પોતાના ગામના અને આજુબાજુના વિસ્તારનાનાં નવયુવાનોને અગ્નીવિર ભરતી માટે શારીરિક કસોટી ની પરીક્ષા સરળ રીતે પાસ કરી શકે તે માટે વિનામૂલ્યે ટ્રેનિંગ આપી રહ્યા છે .

જે વ્યક્તિ પોતાના પરિવારથી દૂર રહી આપડા દેશની રક્ષા કરવા માટે આર્મીમાં ફરજ બજાવતો હોય, એ પોતાના પરિવારને મળવા માટે જ્યારે માદરે વતન આવ્યા હોય, ત્યારે પણ એ આવનારા ભવિષ્યમાં દેશની રક્ષા કરવા માટે નવયુવાનોને શારીરિક ટ્રેનિંગ આપી દેશ માટે તૈયાર કરી રહ્યા છે. આખા દેશમાં જ્યારે અગ્નીવિર પ્રોજેક્ટના વિરોધની જુવાળ પ્રસરી રહી છે ત્યારે આ નવયુવાનો દ્વારા કરવામાં આવેલ આ અનોખા પ્રયાસની જસદણ – વિંછીયા અને ગુજરાત ભરમાં વાહ વહ થઈ રહી છે.

હાલ 50 થી 60જેટલા આજુબાજુ ગામના યુવાનો ગુંદાળા (જસ) ગામની 23 વીઘાનું વિશાળ ગ્રાઉન્ડ ધરાવતી પ્રાથમિક શાળામાં દરરોજ વેહલી સવારે 5 વાગ્યે આવી આ અગ્નિવિર ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. આ અગ્નિવિર ભરતી માટે શારીરિક કસોટીમાં પાસ થવું ખુબ જ જરૂરી છે. તો આ કસોટીમાં બધા યુવાનો પાસ થઈ જાય એ માટે દરરોજ વહેલી સવારે બધા યુવાનોને વ્યવસ્થિત ટાઈમિંગ સાથે દોડાવવામાં આવે છે અને શરીર મજબૂત બને એ માટે વિવિધ પ્રકારની કસરતની ટ્રેનિંગ આપવામાં આવે છે.

હજુ પણ આજુબાજુ વિસ્તારનાં કોઈ ઈચ્છુક મિત્રોને આ કેમ્પમાં જોડાવવાની ઈચ્છા હોય તો જોડાઈ શકે છે. ગુંદાળા (જસ) ગામના ખોડાભાઈ જોગરદિયા, અજયભાઈ કટેશિયા અને સાગરભાઈ દ્વારા અગ્નીવીર ટ્રેનિંગ કેમ્પને સફળ બનાવવા માટે ખુબ જ મહેનત કરી રહ્યા છે. આ બાબતે વધુ માહિતી માટે મહેશભાઈ જોગરાદિયા (+916353359499) અને ખોડાભાઈ જોગરાદિયા(+91 79847 61516) કોન્ટેક્ટ કરવો..


Share this Article