મોડેલિંગ ક્ષેત્રે રાજકોટથી લઈને મુંબઈ સુધીનું જાણીનું નામ એટલે કે માનસી ભડિયાદ્રા.
માનસીએ આટલી નાની ઉંમરે સમગ્ર ગુજરાત અને મુંબઈ સુધી કામ કરીને પોતાની એક આગવી ઓળખ ઉભી રહી છે.
હાલમાં જ તેણે ઈન્ટરનેશનલ લેવલનું ફોટોશુટ કર્યું છે. જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે તેમજ વાયરલ પણ થઈ રહયું છે.
છેલ્લા 7 વર્ષથી સતત મોડેલિંગ અને એક્ટિંગ ફીલ્ડમાં તે સખત મહેનત કરી રહી છે. જાન મહેનત જીંદાબાદ સુત્રમાં માનનારી માનસી હવે ગુજરાતી ઈન્ડસ્ટ્રીનું નવું ઘરેણુ બનીને ચમકવાની તૈયારી છે.
હાલમાં રાજકોટમાં જ રહીને મોડેલિંગ એક્ટિંગ કરતી માનસી રાજકોટ, સુરત, અમદાવાદ અને મુંબઈ સુધી પોતાની સ્કીલથી નામ કમાઈ ચૂકી છે.
ઓજસ રાવલ અને પુજા જોશીની ફિલ્મ હું તારી હીરમાં પણ સપોર્ટિવ રોલ તરીકે માનસીએ કામ કર્યું છે અને હજુ આગામી સમયમાં પણ વેબ સિરીઝ અને ફિલ્મો તેની પાઈપલાઈનમાં છે.
સોશિયલ માર્કેટિંગ ક્ષેત્રે પણ માનસીએ લાંબી મઝલ કાપી છે.
નીતા ટ્રાવેલ અને કાઠિયાવાડી કસુંબો જેવી ઘણી કંપનીમાં પોતે બ્રાન્ડ એમ્બેસેન્ડર તરીકે ફરજ નિભાવી રહી છે.
માનસી જણાવે છે કે અહીં સુધી પહોંચવામાં મારા પરિવારે ખુબ સપોર્ટ કર્યો છે. ખાસ કરીને મારો ભાઈ ગૌરવ ભડીયાટ્રા મારો સૌથી મોટો ટેકો છે. ગૌરવ પણ ફેશનની જ ફિલ્ડમાં ટોચનું નામ છે.